રખડતા કૂતરાનો જીવ બચાવતા પત્ની ગુમાવી, જાત સામે નોંધાવી FIR
car accident: ગુજરાતમાં એક વ્યક્તિ દ્વારા ખુદ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. રખડતા કુતરાનો જીવ બનાવવા જતા એક વ્યક્તિની પત્નીએ જીવ ગુમાવ્યો હતો.
ગુજરાતના નર્મદા જિલ્લાના રહેવાસી 55 વર્ષીય એક વ્યક્તિ જ્યારે પોતાની પત્નીની સાથે કારમાં સફર કરી રહ્યા હતા, ત્યારે રખડતા કુતરો અચાનક તેમની ચાલતી કાર વચ્ચે આવી ગયો હતો.
આ અકસ્માતના કારણે તેમણે કારનું સંતુલન ગુમાવ્યું હતું, અને કાર બેરિકેડ સાથે અથડાઈ હતી. દંપતી અંબાજી મંદિરેથી પરત ફરી રહ્યા હતા. ખેરોજ-ખેડબ્રહ્મા હાઈવે પર સાબરકાંઠાના મહુડી ગામ પાસે બેરીકેટ્સ સાથે વાહન અથડાયું હતું.

ઉલ્લેખનીય છે કે, તે વ્યક્તિ વ્યવસાયે શિક્ષક છે. એફઆઈઆર દાખલ કરતા સમયે તેમણે જણાવ્યું હતું કે, તેમણે ડ્રાઇવિંગ કરતી વખતે બેદરકારી દાખવી હતી. પત્નીના મૃત્યુ માટે તે પોતે જ જવાબદાર છે.
પતિએ જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની સવારે અંબાજી ધામ મંદિર જવા નીકળ્યા હતા. મંદિર બંધ હોવાથી અમે કલાકો સુધી રાહ જોઈ.
પૂજા પછી અમે અંબાજી ધામથી નીકળ્યા. હું ગાડી ચલાવી રહ્યો હતો, ત્યારે એક રખડતો કૂતરો કારની આગળ કૂદી પડ્યો. કૂતરાને ટક્કર ન મારવા લાગે, તે માટે મેં મારું વાહન ફેરવ્યું અને વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ પછી મારી કાર રસ્તાની બાજુમાં લગાવેલા બેરિકેડ સાથે અથડાઈ હતી.
ટક્કર બાદ કાર ઓટો-લોક થઈ ગઈ - વ્યક્તિએ વધુમાં જણાવ્યું હતું કે, બેરિકેડને ટક્કર માર્યા બાદ વાહન ઓટો-લોક થઈ ગયું. પસાર થતા લોકોએ અમને કારમાંથી બહાર કાઢ્યા. મારી પત્નીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ડૉક્ટર્સે મારી પત્નીને મૃત જાહેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રખડતા કૂતરાઓની સંખ્યા ઘણી વધારે છે. થોડા દિવસ પહેલા જ ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે, કૂતરાઓના કારણે લોકો માટે મોર્નિંગ વોક માટે જવું મુશ્કેલ બની રહ્યું છે.












Click it and Unblock the Notifications
