For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ, ધોરણ 10 પછી શું કરવું?

આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ, ધોરણ 10 પછી શું કરવું?

|
Google Oneindia Gujarati News

આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કરી દીધું છે. ગુજરાતનુ 64.64 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે મોટાભાગના વાલીઓને ચિંતા હોય છે કે 10 પછી કયો રસ્તો પકડવાથી તેમના સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બનશે? જો તમારા મનમાં પણ આવો પ્રશ્ન ઉદ્ભવતો હોય તો આ આર્ટિકલ માત્ર તમારા માટે જ છે. અહીં જાણો ધોરણ 10 પછી ગુજરાતમાં શું કરવું.

ધોરણ 10 પછી શું?

ધોરણ 10 પછી શું?

ઘણા વિદ્યાર્થીઓ એવા હશે જેમણે પહેલેથી જ નક્કી કરી લીધું હશે કે તેમણે કઈ સ્ટ્રીમમાં જવું અને ધોરણ 11 અને ધોરણ 12માં કયા વિષય રાખા, પરંતુ હજીપણ એવા કેટલાય વિદ્યાર્થીઓ હશે જેઓ પોતાના ભવિષ્યને લઈને હજી સુધી સ્પષ્ટ નહિ થઈ શક્યા હોય.

ધોરણ 10 પછી તમારા ભવિષ્યનો સાચો રસ્તો પકડવો જરૂરી

ધોરણ 10 પછી તમારા ભવિષ્યનો સાચો રસ્તો પકડવો જરૂરી

ધોરણ 10ની પરીક્ષા પાસ કરી લીધી છે તો તમે તમારા ભવિષ્યના રસ્તાનો એક વળાંક પાર કરી ચૂક્યા છે અને હવે તમારે આગળ ફંટાતા રસ્તાઓમાંથી કયો રસ્તો પસંદ કરવો તે નક્કી કરવાનો સમય આવી ગયો છે, જો તમે યોગ્ય રસ્તો પસંદ કર્યો તો તમારી નૈયા પાર થઈ શકે પરંતુ જો ભૂલથી પણ ખોટો રસ્તો પસંદ કરી લીધો તો ભવિષ્ય બગડવાનો પણ ડર રહેતો હોય છે. ત્યારે તમે જે કોઈપણ વિષયમાં મહારથ ધરાવતા હોવ એટલે કે જે વિષયમાં વધુ કુશળ હોવ તે સ્ટ્રીમ પસંદ કરો તે ખુબ જરૂરી છે.

તમારા સપનાનો ભાર સંતાન પર ના ઠાલવો

તમારા સપનાનો ભાર સંતાન પર ના ઠાલવો

ઘણા વાલીઓ એવા હોય છે જેઓ પોતાના સંતાનોને કોઈપણ કાળે સાયન્સ સ્ટ્રીમમાં એડમિશન લેવડાવવા માંગતા હોય છે, ઓછી ટકાવારી હોવા છતાં પ્રાઈવેટ સ્કૂલોમાં હજારો રૂપિયની ફી ચૂકવીને પોતાના બાળકોને સાયન્સમાં એડમિશન લેવડાવી દે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં તમારા પૈસા તો બગડે જ છે સાથે જ તમારા બાળકોનું ભવિષ્ય પણ બગડે છે. પહેલા ચકાશો કે તમારા બાળકને કયા વિષયમાં વધુ રુચી છે પછી જ તેની સ્ટ્રીમ પસંદ કરો, જો તમારું બાળક વિજ્ઞાન વિષયમાં માહેર હોય તો જ તેને સાયન્સ સ્ટ્રીમમાં પ્રવેશ લેવડાવો અને જો તમારા બાળકનું ગણિત સારું હોય તો જ તેને કોમર્સમાં પ્રવેશ અપાવડાવો.

કોઈ એક વિષયમાં મહારથ હાંસલ કરો

કોઈ એક વિષયમાં મહારથ હાંસલ કરો

કોઈપણ સ્ટ્રીમ ખરાબ નથી, આવડત અને કુશળતા હશે તો કોઈપણ સ્ટ્રીમમાં વિદ્યાર્થી મહારત હાંસલ કરી શકે છે. પછી કોમર્સ હોય, સાયન્સ હોય કે આર્ટ્સ હોય. કોઈ એક વિષય એવો પસંદ કરો જેમાં તમે મહારથ હાંસલ કરી શકો. 11મા ધોરણમાં પસંદ કરેલો રસ્તો તમને તમારા ટાર્ગેટ સુધી પહોંચાડી શકે છે માટે કોઈપણ વિષય પસંદ કરતા પહેલા તમારો ધ્યેય નક્કી કરી લો.

ધોરણ 10માં છોકરીઓએ બાજી મારી, ગુજરાતનું કુલ પરિણામ 60.64%ધોરણ 10માં છોકરીઓએ બાજી મારી, ગુજરાતનું કુલ પરિણામ 60.64%

English summary
career guidance: what to do after 10th in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X