તિરંગા યાત્રા દરમિયાન સાવરકર ટીશર્ટનો વિરોધ કરનારા કોંગ્રેસ નેતાઓ વિરૂદ્ધ કેસ દાખલ
વિવાદીત સ્વાતંત્ર્ય સેનાની સાવરકરને લઈને સતત વિવાદ ચાલી રહ્યાં છે. હવે આવા જ એક વિવાદમાં સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરૂદ્ધ કેસ દાખવ કરવામાં આવ્યો છે.
સમાચારો અનુસાર, સુરેન્દ્રનગરમાં એક સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ભગત સિંહ અને સાવરકરના ફોટો વાળી ટીશર્ટ પહેરીને રેલી યોજી હતી.

આ રેલી દરમિયાન કોંગ્રેસના નેતાઓએ સાવરકરના ટીશર્ટનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ નેતાઓએ સાવરકરને લઈને ઘણા સવાલ ઉઠાવ્યા હતા. હવે આ મામલે કેસ દાખલ થયો છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગરની એક સરકારી શાળામાં 14 ઓગસ્ટે તિરંગા યાત્રામાં ભાગ લેતી વખતે શાળાના વિદ્યાર્થીઓ વીડી સાવરકર અને ચંદ્રશેખર આઝાદની તસવીરોવાળી ટી-શર્ટ પહેરી હતી.
આ મામલે કોંગ્રેસ સેવાદળના મુખ્ય આયોજક લાલજી દેસાઈ અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રુત્વિક મકવાણાએ કથિત રીતે શાળા સામે વિરોધ નોંધાવ્યો હતો.
આ વિરોધ પ્રદર્શન બાદ પોલીસે લાલજી દેસાઈ અને રુત્વિક મકવાણા સહિત પાંચ લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં પાંચ લોકો સામે અવરોધ ઊભો કરવાનો અને સાંગાણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકોને ફરજ બજાવતા અટકાવવાનો આરોપ મુકાયો છે.
શાળાના આચાર્ય કલ્પેશ ચૌહાણની ફરિયાદના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લગભગ તિરંગા યાત્રા રોકવા માટે દબાણ કરાયુ.












Click it and Unblock the Notifications
