For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાના સંતાનનુ ધર્માતરણ કરતા હિન્દુ માતા વિરૂદ્ધ ફરિયાદ, 8 વર્ષે થઈ કાર્યવાહી

પોતાના સંતાનનુ ધર્માતરણ કરતા હિન્દુ માતા વિરૂદ્ધ ફરિયાદ, 8 વર્ષે થઈ કાર્યવાહી

|
Google Oneindia Gujarati News

ગુજરાતના આણંદ જિલ્લામાં ધર્માતરણનો મામલો સામે આવ્યો છે. જેમાં માતાએ જ પોતાના બાળકને ઇસાઇ બનાવ્યો છે. ગુજરાત ફ્રીડમ ઓફ એક્ટ મુજબ મહિલા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે આ મામલે 2013માં આણંદ જિલ્લાના દેવેન્દ્રભાઇ રાઠોડે મહિલા વિરૂદ્ધ કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી હતી.

court

વધુમાં આ મહિલા પર એવો આરોપ છે કે તેણે નિયમો વિરૂદ્ધ જઇને જિલ્લા અધિકારી પાસેથે સહમતી લીધા વગર તેના સંતાનને ઇસાઇ બનાવ્યો છે તેથી તેની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ મામલે 2013માં ફરીયાદ કરવામાં આવી હતી જ્યારે કે હવે 8 વર્ષે આ મામલે ફરિયાદ લેવામાં આવી છે. જોકે આ મહિલા વિરૂદ્ધ ગુજરાત ફ્રિડમ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ કેટલાક સામાજિક કાર્યકર્તાઓએ એવું જણાવ્યું હતુ કે આ મહિલાએ કંટાળીને આ પગલું ભર્યું હતું. જેમાં 8 એપ્રિલ 2012માં ચર્ચમાં જઇને પાદરીઓ સમક્ષ વિનંતી કરી હતી. ત્યાર બાદ તેના સંતાનને ધર્માતરણ કરવામાં આવ્યો હતો. જોકે સામાજિક કાર્યકર્તાઓનું એ પણ કહેવું છે કે કોઇ બાળક તેની મરજીથી તેનો ધર્મ નક્કી કરી શકતો નથી તે ઉમરલાયક થાય ત્યારેજ આ મામલે પોતાના નિર્ણયો લઇ શકે છે. તેથી મહીલા વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

મહિલા IAS અને IPS વચ્ચે ગાયના લીધે થઇ ટક્કરમહિલા IAS અને IPS વચ્ચે ગાયના લીધે થઇ ટક્કર

English summary
case registered against mom for converting hindu child's religion
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X