સીબીઆઇને તરૂણ બારોટના બે દિવસના રિમાન્ડ મળ્યા

સીબીઆઇ કોર્ટે માંગવામાં આવેલા પાંચ દિવસના રિમાન્ડ સામે માત્ર બે દિવસના રિમાન્ડને મંજૂર કર્યા હતા. હવે સીબીઆઇ તરૂણ બારોટને 28 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર લઇ શકશે.
ઉલ્લેખનીય છે કે તરૂણ બારોટની ધરપકડ સામે બુધવારે 26 નવેમ્બર, 2012ના રોજ બાપુનગરના વેપારી સંગઠનોએ બાપુનગર બંધનું એલાન આપ્યું હતું. જેનો સજ્જડબંધ અમલ થયો હતો.
ગુજરાતમાં નકલી એન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરવામાં આવી હોય તેવા પોલીસ અધિકારીની યાદીમાં બારોટ 25મા પોલીસ અધિકારી છે. વર્ષ 2003માં સાદિક જમાલનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું ત્યારે તરૂણ બારોટ ક્રાઇમ બ્રાન્ચમાં કોન્સ્ટેબલ હતા.












Click it and Unblock the Notifications
