હાર્દિક પટેલ અને કોંગ્રેસ કરશે તાજ હોટલ સામે કેસ

Written By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં રાહુલ ગાંધીને હાર્દિક પટેલ તાજ હોટલમાં મળ્યો હતો કે નહીં તે મામલે વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. જ્યાં આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિક પાસેથી જવાબ માંગ્યો છે. ત્યાં જ બીજી તરફ હાર્દિક પટેલ જણાવ્યું છે કે તે તેના શબ્દો પર કાયમ છે. તે તાજમાં ખાલી અશોક ગેહલોતને જ મળ્યો હતો. જો કે હાલમાં જ જે નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં તેવું દેખાઇ રહ્યું છે કે હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી એક પછી એક 224 નંબરના રૂમ નંબરમાંથી બહાર આવે છે. જો કે વિવાદ વધતા હાર્દિક પટેલે આ મામલે તેની પ્રાઇવસીનો ભંગ કરવા મામલે હોટલમાં કેસ કરવાની વાત ઉચ્ચારી છે.

Hardik Patel

હાર્દિક પટેલ કરશે કેસ
હાર્દિક પટેલ રાજકોટમાં મીડિયાને જણાવ્યું કે જે રીતે તેની પ્રાઇવસીને હોટલ દ્વારા બહાર પાડવામાં આવી છે તે જોતા તે તાજ હોટલ પર કેસ કરશે. વધુમાં વીડિયો અંગે હાર્દિક પટેલે કહ્યું કે તેણે પોતે પણ આ વીડિયો જોયા છે જેમાં તેવું ક્યાંય દેખાતું નથી કે તે અને રાહુલ સાથે હોય. આ પ્રસંગે હાર્દિકે કહ્યું કે તે તાજમાં માત્રને માત્ર અશોક ગેહલોતને મળ્યા હતા. અને આવનારા દિવસોમાં રાહુલ ગાંધીને પણ મળશે.
કોંગ્રેસ
આ મામલે કોંગ્રેસે પણ જણાવ્યું છે કે કેવી રીતે કોઇ હોટલોના સીસીટીવી ફૂટેજ આવી રીતે બહાર આવી શકે. તેણે આ સીસીટીવી ફૂટેજની ઘટના પર ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ અમારી જાસૂસી કરાવે છે. અને આ અંગે તેમણે હોટલ સામે પગલાં લેવાની વાત પણ ઉચ્ચારી છે. આમ આવનારા સમયમાં આ મામલે કોંગ્રેસ અને હાર્દિક બન્નેએ કેસ કરવાની વાત ઉચ્ચારી છે.

English summary
CCTV case: Hardik Patel and Congress will file FIR against Taj Hotel
Please Wait while comments are loading...