ધોલેરા શહેરના વિકાસ માટે કેન્દ્રએ 70000 કરોડ ફાળવ્યા

ગાંધીનગર, 18 મે : દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરના પ્રથમ તબક્કાની કામગીરી અંતર્ગત દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન (ડીએમઆઇસીડીસી) દ્વારા ધોલેરા સિટીના વિકાસ માટે રૂપિયા 70,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી, મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરના વિકાસ માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત દિલ્હી મુંબઈ સુધીના રૂટમાં આવતા વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રિયલ એકમોનો વિકાસ કરવામાં આવશે. આ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ અંતર્ગત ગુજરાતના ધોલેરા સિટીનો પણ વિકાસ કરવામાં આવનાર છે. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરનો છ તબક્કામાં વિકાસ કરવામાં આવનાર છે.

કેન્દ્ર સરકારના દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોલેરા સિટીનો વિકાસ કરવામાં આવશે. ધોલેરા દરિયાકિનારા પર આવેલું છે જેથી કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની જોગવાઈ મુજબ ધોલેરાના 903 સ્કવેર કિમીના વિસ્તારમાંથી 540 સ્કવેર કિમી વિસ્તારનો વિકાસ કરવામાં આવશે.

દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પ્રથમ તબક્કાની કામગીરી અંતર્ગત ધોલેરા સિટીના વિકાસ માટે રૂપિયા 70,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ કામગીરીનો પ્રારંભ આગામી છ માસમાં શરૂ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X