For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના આ માર્ગો બનશે નેશનલ હાઇવે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 2 ઓક્ટોબરઃ કેન્દ્ર સરકારની નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગુજરાત રાજ્યના છ નવા નેશનલ હાઇવેને મંજૂરી આપી દીધી છે, તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર અને વેરાવળ વચ્ચેના 277 કિ.મીના હાઇવેને પુનઃ બનાવવાની પરવાનગી આપી હોવાનું રાજ્યના રોડ અને બિલ્ડિંગ મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે.

તેમણે જણાવ્યું છેકે, ગુજરાત સરકાર દ્વારા પૂર્વ કેન્દ્ર સરકાર સમક્ષ કેટલાક પ્રેઝન્ટેશન આ મહત્વના પ્રોજેક્ટ માટે પ્રસ્તૃત કર્યાં હતા, પરંતુ અમારી માંગણીએને પૂર્ણ કરવામાં આવી નહોતી. જોકે, નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે અને ત્રણ તબક્કામાં આ રસ્તાઓનું નિર્માણ કરવા અંગે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(એનએચઆઇ)ને જણાવી દેવાયું છે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, આ પ્રોજેક્ટનો ખર્ચ 2,415.22 કરોડ રૂપિયા છે. જેમાં 908.64 કરોડ રૂપિયા 94 કિ.મીના ભાવનગર અને મહુવાના રોડ માટે, 685.54 કરોડ રૂપિયા મહુવા અને ઉના વચ્ચેના 81 કિ.મી માટે તેમજ ઉના અને વેરાવળ વચ્ચેના 101 કિ.મીના માર્ગ માટે 821 કરોડ રૂપિયા છે, તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા છ નવા નેશનલ હાઇવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દીધી છે, જે રાજ્યના અલગ-અલગ ભાગમાં બનાવવામાં આવશે. આ નેશનલ હાઇવે 805 કિ.મીના છે. કેન્દ્રના આ નિર્ણય બાદ હવે તમામ માર્ગોના મેઇન્ટેન્સની જવાબદારી કેન્દ્રની રહેશે, તેમ પટેલે જણાવ્યું છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ગુજરાતના કયા કયા હાઇવેને નેશનલ હાઇવે બનાવવામાં આવશે અને તે કેટલા કિ.મી લાંબા છે.

આ પણ વાંચોઃ- જાણો, કયા છે ગુજરાતના ટોપ 15 સૌથી લાંબા સ્ટેટ હાઇવે
આ પણ વાંચોઃ- ભારતના ટોપ 10 લાંબા નેશનલ હાઇવે

રાધનપુર-ચરાડા હાઇવે

રાધનપુર-ચરાડા હાઇવે

હાઇવેની લંબાઇઃ- 165 કિ.મી
જે રાધનપુરને કમલપુર, ખાખલ, રોડા, દુનાવાડા, પાટણ, ચાણસ્મા, મહેસાણા, ખેરવા, ગોઝારીયા, સામા અને ચરાડા સાથે જોડે છે.

ભીમાસર(કચ્છ)થી ખાવડા હાઇવે

ભીમાસર(કચ્છ)થી ખાવડા હાઇવે

હાઇવેની લંબાઇઃ- 163 કિ.મી
જે ભીમાસરને અંજાર, ભૂજ અને ખાવડાને સાથે જોડે છે.

લીંબડી-કુંડા હાઇવે

લીંબડી-કુંડા હાઇવે

હાઇવેની લંબાઇઃ- 85 કિ.મી
જે લીંબડીને સુરેન્દ્રનગર, ધાંગ્રધ્રા અને કુંડાને સાથે જોડે છે.

મહુવા-જેતપુર

મહુવા-જેતપુર

હાઇવેની લંબાઇઃ- 181 કિ.મી
જે મહુવાને સાવરકુંડલા, અમરેલી, બગસરા અને જેતપુરને સાથે જોડે છે.

આહવા-પિપલિયા હાઇવે

આહવા-પિપલિયા હાઇવે

હાઇવેની લંબાઇઃ- 106 કિ.મી
જે આહવાને સરદ, વાણી, મહારાષ્ટ્રના પીપલને સાથે જોડે છે.

ધોરાજી-જામનગર હાઇવે

ધોરાજી-જામનગર હાઇવે

હાઇવેની લંબાઇઃ- 103 કિ.મી
જે ધોરાજીને કાલાવાડ, જામનગર સાથે જોડે છે.
ધોરાજી પાસેના જંકશનથી શરૂ થઇને કાલાવડ, જામનગરમા પુરો થતો 103.09 કિ.મી.નો માર્ગ નેશનલ હાઇવે જાહેર કરાયો છે.

English summary
The Centre has approved six new national highways for Gujarat as well as the refurbishing of a 277 km highway between Bhavnagar and Veraval in the Saurashtra region, Gujarat state road and building minister Nitin Patel here today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X