For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં પેટ્રોલની સેન્ચુરી, 100 પર પહોંચ્યા પેટ્રોલના ભાવ

રાજકોટમાં પેટ્રોલના ભાવ 100 પર પહોંચ્યા છે. પેટ્રોલના ભાવ વધતા સામાન્ય લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સતત વધી રહેલા ભાવે સામાન્ય લોકોને મુંઝવણમાં મુક્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં દિવસે દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. દેશના મોટાભાગના જિલ્લાઓમાં પેટ્રોલ 100 અથવા 100 થી ઉપરના ભાવે વેચાઈ રહ્યું છે. હવે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ 100 ને આંબી ગયા છે.

Recommended Video

રાજકોટ : જિલ્લામાં પેટ્રોલ થયું રૂપિયા 100ને પાર

petrol

રાજકોટમાં પેટ્રોલના ભાવ 100 પર પહોંચ્યા છે. પેટ્રોલના ભાવ વધતા સામાન્ય લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સતત વધી રહેલા ભાવે સામાન્ય લોકોને મુંઝવણમાં મુક્યા છે. એક બાજુ કોરોના અને બીજી બાજુ સતત વધતા પેટ્રોલના ભાવ પડ્યા પર પાટુ બરાબર સાબિત થઈ રહ્યા છે. પેટ્રોલના ભાવ વધતા રાજકોટમાં હવે પેટ્રોલના વેચાણ પર પણ અસર દેખાઈ રહી છે. સતત ભાવવધારાને કારણે મધ્યમવર્ગ હવે પ્રાઈવેટ વાહનો ચલાવી શકે તે સ્થિતીમાં ન રહેતા પેટ્રોલનો વપરાશ પણ ઘટ્યો છે.

ઉલ્લેખનિય છે કે બંગાળ ઈલેક્શન બાદ સતત પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. એક બાજુ કોરોના અને બીજી બાજુ આ ભાવ વધારાએ લોકોને પરેશાન કર્યા છે. હવે લોકો આશા રાખી રહ્યા છે કે સરકાર પોતાનો ટેક્સ ઘટાડે અને પેટ્રોલ અને ડીઝલના અસહ્ય વધારાને કાબુમાં લે.

English summary
Century of petrol in Rajkot, petrol price reached 100
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X