'એક કા તીન' કૌભાંડી અભય ગાંધીની ધરપકડ

arrest
અમદાવાદ, 3 નવેંબરઃ અમદાવાદમાં 'એક કા તીન' કરી આપવાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર અભય ગાંધીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. અભય ગાંધીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માહિતી અનુસાર વિદેશ ભાગી ગયો હોવાના સમાચાર વચ્ચે આજે અભય ગાંધી અમદાવાદ આવી રહ્યો હોવાની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પર વોચ ગોઠવી હતી અને અભય ગાંધી જેવો એરપોર્ટ પર પહોંચ્યો તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ તેને અજ્ઞાત સ્થળે લઇ ગઇ હોવાના અહેવાલ છે, જ્યાં તેની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, અભયે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે, તે આ આખું નેટવર્ક કેવી રીતે અને ક્યાંથી ચલાવતો હતો તથા કૌભાંડ કરીને તે ક્યાં જતો રહ્યો હતો અને એ પૈસાનો તેણે ક્યાં અને કેવી રીતે ઉપયોગ કર્યો સહિતના પ્રશ્નો પોલીસ દ્વારા પૂછવામાં આવશે.

નોંધનીય છે કે,અભય ગાંધીએ એએસઆઇઈ નામની એક કંપની શરૂ કરી હતી. જેની ત્રણ બ્રાન્ચ તેણે સેટેલાઇટ અને વસ્ત્રાપુરમાં ખોલી હતી. તે લોકોને તેમના પૈસા શેરબજાર અને શેરબજાર અને સોના-ચાંદીમાં રોકવાની લાલચ આપી કરોડો રૂપિયા ચાંઉ કરી ગયો હતો. અભય ગાંધીની આ લાલચમાં રાજકારણી, પોલીસ અધિકારી, વેપારી, ઉદ્યોગપતિ સહિતના લોકો ભોળવાઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું અને આ તમામ રોકાણકારોનું કાળું નાણું હોવાથી કોઈ ફરિયાદ કરી નહીં હોવાની વાત વહેતી થઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X