વડતાલ સેક્સ સીડી કાંડ, જાણો શું હતો વિવાદ
ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય એક મોટું નામ ધરાવે છે. અનેક લોકો તેના ભક્તો છે પણ 2005માં કંઇક તેવું બન્યું જેના કારણે એક મોટો વિવાદ સર્જાયો. આ આ મોટા વિવાદ હતો સ્વામીનારાયણ સાધુઓની સેક્સ સીડી. આજે આ ધટનાને 11 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. આજે આ સીડી કાંડ માટે જવાબદાર તેવા અજેન્દ્ર પ્રસાદે નડિયાદ કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. જો કે તે વાત વિચારવા લાયક બની ગઇ હતી કે 11 વર્ષો સુધી પોલિસ કેમ અજેન્દ્ર પ્રસાદ પાંડેને પકડવામાં અસફળ રહી હતી?
નોંધનીય છે કે કોર્ટે અજેન્દ્ર પ્રસાદની શરણાગતિ સ્વીકાર્યા બાદ 23 ઓગસ્ટે આ કેસ પર સુનવણી હાથ ધરશે. ત્યારે શું હતો આ સમગ્ર વિવાદ, કેમ પોલિસ 11 વર્ષ સુધી અજેન્દ્ર પ્રસાદને પકડવામાં અસફળ રહી તે વિષે બધુ જ જાણો અહીં...

સેક્સ સીડી
2005માં નૌતમ સ્વામી જૂથના કેટલાક સાધુઓની સેક્સ સીડી બજારમાં ફરતી થતા ખળભળાટ મચ્યો હતો. એક પછી એક સાધુઓની આવી સીડીઓ બહાર આવતા આ પંથમાં માનનાર લોકો અને ગુજરાતભરના લોકોમાં હડકંપ મચી ગયો હતો.
એક જૂથે બીજા જૂથની પોલ ખોલી
પોલિસ સ્ટેશનમાં જે મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી તે મુજબ અજેન્દ્ર પ્રસાદે તેમના વિરોધી જૂથ તેવા નૌતમ સ્વામી જૂથના સાધુઓને ફસાવવા માટે જ આવી સીડી બજારમાં ફરતી કરી હતી. તેમની પર પોલિસ સ્ટેશનમાં ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા.

પૈસાના જોરે બધુ કરાવ્યું
અજેન્દ્ર પ્રસાદ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે પૈસા આપીને યુવતીઓને સાધુઓ પાસે મોકલી હતી. અને તે પછી જે પણ થયું તે પણ પૈસાના જોરે જ પાર પાડવામાં આવ્યું હતું.

11 વર્ષથી ફરાર
ત્યારે આજે જ્યારે અજેન્દ્ર પ્રસાદ નડિયાદ કોર્ટમાં રજૂ થયા ત્યારે તે વાત મહત્વની બની જાય છે કે સીબીઆઇથી માંડીને ગુજરાત પોલિસ કેમ પાછલા 11 વર્ષથી આ સાધુની શોધખોળ કરવામાં અક્ષમ રહી. નોંધનીય છે કે હાઇકોર્ટે અજેન્દ્ર પ્રસાદેની જામીન અરજી ફગાવી હતી. ત્યારે અજેન્દ્ર પ્રસાદની આ શરણાગતિ દ્વારા આવનારા દિવસોમાં અનેક મહત્વપૂર્ણ રાજ બહાર આવશે તેવું હાલ લાગી રહ્યું છે.












Click it and Unblock the Notifications
