For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ નેતા જયંતિ ભાનુશાળી હત્યાકાંડમાં છબીલ પટેલને મળ્યા જામીન, આવી હતી વર્ચસ્વની લડાઈ

જયંતિ ભાનુસાળી હત્યાકાંડ કેસમાં જેલમાં બંધ છબીલ પટેલને મહિલાઓ બાદ હવે જામીન મળ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાતમાં કચ્છના ધારાસભ્ય રહેલા જયંતિ ભાનુશાળીની જાન્યુઆરી 2019માં હત્યા કરી દેવામાં આવી હતી. તે સત્તારુઢ ભાજપના નેતા હતા. તેમના હત્યાકાંડમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને એક મહિલા સહિત ઘણા લોકોને જેલ થઈ. જેલમાં બંધ છબીલ પટેલને મહિલાઓ બાદ હવે જામીન મળ્યા છે. અદાલતે છબીલ પટેલને છ દિવસના જામીન આપ્યા છે. જેલની બહાર આવીને તે પોતાના પુત્રના લગ્નમાં જોડાઈ શકશે. જો કે આ દરમિયાન પોલિસના નિરીક્ષણ હેઠળ રહેવુ પડશે. તેમની ચોકી માટે એક પોલિસ નિરીક્ષક અને બે કૉન્સ્ટેબલ નિયુક્ત રહેશે.

માર્ચ 2019થી જેલમાં છે પૂર્વ ધારાસભ્ય છબીલ

માર્ચ 2019થી જેલમાં છે પૂર્વ ધારાસભ્ય છબીલ

તમને જણાવી દઈએ કે જયંતિ હત્યાકાંડ કેસમાં મુખ્ય આરોપી છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલને પણ જામીન મળ્યા હતા. તે લગભગ 18 મહિના જેલમાં રહ્યા બાદ હાઈકોર્ટેમાંથી જામીન આપવામાં આવ્યા. આ તરફ ખુદ છબીલ પટેલ માર્ત 2019થી જેલમાં છે. ગુજરાત સીઆઈડી ક્રાઈમે છબીલ પટેલને 14 માર્ચ, 2019ના રોજ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતા જ પકડ્યા હતા. જ્યાંથી તેમન જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. હાલમાં દીકરાના લગ્ન માટે તેમને છ દિવસના જામીન પર છોડવામાં આવ્યા છે.

બે ધારાસભ્યોમાં હતી રાજકીય વર્ચસ્વની લડાઈ

બે ધારાસભ્યોમાં હતી રાજકીય વર્ચસ્વની લડાઈ

છબીલ પટેલ કોંગ્રેસના હતા જ્યારે જયંતિ ભાનુશાળી ભાજપના હતા. વર્ષ 2012માં છબીલ પટેલ કચ્છની અબડાસા સીટથી કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય ચૂંટાયા હતા. ત્યારબાદ 2014ની લોકસભા ચૂંટણી પહેલા છબીલે ભાજપ જોઈન કરી લીધુ. આ તરફ જયંતિ ભાનુશાળી આ સીટ પર 2007થી 2012 સુધી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા હતા. અહીં આ બંને વચ્ચે રાજકીય વર્ચસ્વની લડાઈ શરૂ થઈ ગઈ. તપાસમાં એ સામે આવ્યુ કે છબીલ પટેલે જયંતિ ભાનુશાળીને હનીટ્રેપમાં ફસાવવાના આરોપમાં જેલ ભોગવીને આવેલી મનીષા ગોસ્વામી તેમજ એક અન્ય સ્થાનિક નેતા જયંતિ ડુમરાની મદદથી જયતિ ભાનુશાળીની હત્યાનુ ષડયંત્ર રચ્યુ.

આ રીતે ટ્રેનમાં કરવામાં આવી જયંતિની હત્યા

આ રીતે ટ્રેનમાં કરવામાં આવી જયંતિની હત્યા

ષડયંત્ર હેઠળ છબીલ પટેલે જાન્યુઆરી-2019માં એક કૉન્ટ્રાક્ટ કિલર(શાર્પ શૂટર)ને જયંતિ ભાનુશાળીની હત્યાની જવાબદારી સોંપી. તે શાર્પ શૂટર મુંબઈનો હતો. એ શાર્પ શૂટરે જયંતિ ભાનુશાળીને ચાલતી ટ્રેનમાં ગોળીઓ મારીને હત્યા કરી દીધી. બાદમાં પોલિસે જ્યારે આ હત્યાકાંડના ઉંડાણ સુધી પહોંચવાની કોશિશ શરૂ કરી ત્યારે એ વાત સામે આવી કે ડુમરા જયંતિ ભાનુશાળી તેમજ છબીલ પટેલને ફસાવીને ખુદ અબડાસા સીટથી ધારાસભ્ય બનવા માંગતો હતો. પોલિસે આ કેસમાં ડુમરા, છબીલ પટેલ, મનીશા ગોસ્વામી અને હત્યારા શાર્પ શૂટરની શોધ શરૂ કરી દીધી. ગુજરાત સીઆઈડી ક્રાઈમની ટીમે જયંતિ ભાનુશાળીની હત્યાના લગભગ 2 મહિના બાદ મનીષા અને તેના એક સાથીને ઉત્તર પ્રદેશથી પકડ્યા. શાર્પ શૂટર પણ પોલિસના હાથે લાગ્યો. આ તરફ છબીલ પટેલ પણ માર્ચ 2019માં એરપોર્ટ પર પકડાયા.

એક સપ્તાહમાં ત્રીજી વાર થયુ બ્રહ્મોસ મિસાઈલનુ પરીક્ષણએક સપ્તાહમાં ત્રીજી વાર થયુ બ્રહ્મોસ મિસાઈલનુ પરીક્ષણ

English summary
Chhabil Patel gets bail in BJP Leader Jayanti Bhanushali murder case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X