મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાવલી ખાતે સર્વ જ્ઞાતીય સમુહ લગ્નમાં હાજરી આપી

સાવલી ખાતે મહેન્દ્રભાઇ જશભાઇ ઇનામદાર ટ્રસ્ટ દ્વારા આયોજિત આઠમાં સર્વ જ્ઞાતીય સમુહલગ્ન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા હતા અને આ સમારોહમાં જોડાયેલા 751 નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા. આ સમુહલગ્ન સમારોહનું સમગ્ર આયોજન ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવે છે.

Bhupendra Patel

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અહીં જણાવ્યું છે કે, રાજ્ય સરકારની ગરીબો અને વંચિતોના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને તે માટે રાજ્ય સરકારે ઘણી યોજનાઓમાં લાભો અને સહાયની સંખ્યામાં વૃદ્ધિ પણ કરી છે.

તેમણે આગળ કહ્યું કે, સમુહલગ્ન સમારોહ સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરૂ પાડે છે. આ સમારોહમાં જ્ઞાતિ, જાતિના ભેદભાવ વિના નાગરિકો સહભાગી બને છે. તેમાં પણ ખાસ કરીને ગરીબ પરિવારની પોતાના પુત્ર કે પુત્રીના લગ્નની આર્થિક ચિંતા હળવી કરે છે. રાજ્ય સરકાર પણ આવા સમારોહને યથાયોગ્ય પ્રોત્સાહન આપી મદદ કરે છે.

ભૂપેન્દ્ર પટેલે આગળ જણાવ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા સાત ફેરા સમુહલગ્ન, કુંવરબાઇનું મામેરૂ અને આંતરજ્ઞાતીય લગ્નની યોજના દ્વારા સહાય આપવામાં આવે છે. આનાથી ગરીબ પરિવારની ચિંતા હળવી થાય છે. હવે આંતરજ્ઞાતીય લગ્નોમાં સહાયની રકમ એક લાખથી વધારીને અઢી લાખ કરવામાં આવી છે.
આ સિવાય અહીં ભુપેન્દ્ર પટેલે વડોદરાના ખેડૂતોને સારા સમાચાર પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે બટાટા અને ડુંગળીના પાકમાં થયેલા નુકસાનમાં સહાય માટે વડોદરા જિલ્લાના ખેડૂતોનો પણ સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે.

અહીં સાવલીના ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારે કહ્યું કે, મારા પિતાના જન્મ દિન નિમિત્તે મને નાગરિકોની સેવા કરવાની તક મળી છે. સાવલીના લોકોને મને ખૂબ જ સહયોગ, પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે, તે મારા માટે મૂડીરૂપ છે. તેમણે આ સમુહલગ્ન પ્રસંગની ટૂંકી ભૂમિકા પણ આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X