અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂ. ૧૦૧૧ કરોડના ખર્ચે પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂ.૧૦૧૧ કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવીનીકરણ તથા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે. જેમા ખારી કટ કેનાલ સહિતના શહેરીજનો માટે અનેકવીધ પ્રકલ્પોનો સમા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂ.૧૦૧૧ કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવીનીકરણ તથા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે. જેમા ખારી કટ કેનાલ સહિતના શહેરીજનો માટે અનેકવીધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.

Bhupendra patel

ભૂપેન્દ્ર પટેલે ખારીકટ કેનાલનું નવીનીકરણ અંગેની વાત કરતા કહ્યું કે, અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકોને મોટો લાભ મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૪૪ કરોડના ખર્ચે ખારીકટ કેનાલના વિકાસનું અભૂતપૂર્વ સુદ્ઢ આયોજન કરવામાં આવ્યું છે. આમ, સરકારના પ્રયાસોના પરિણામે અમદાવાદના નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં સતત વધારો થઈ રહ્યો છે એમ મુખ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું

મુખ્યમંત્રી એ વધુમાં કહ્યું હતું કે, નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં વિકાસ કોને કહેવાય અને કેવી રીતે થાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેના કારણે જ આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, જે પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ.

મુખ્યમંત્રી એ 20 વર્ષમાં અમદાવાદમાં થયેલા વિકાસની વાત કરતા કહ્યું કે, આપણે બધાને યાદ છે બે દાયકા પહેલા અમદાવાદનો પૂર્વ પટ્ટો કેવો હતો. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ નક્કી કર્યું હતુ કે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનો ભેદ મિટાવી દેવો છે અને તે તેમણે સમ્યક વિકાસથી સાકાર કરી બતાવ્યું છે.

આ અવસરે મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને દીપાવલી પર્વની નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

આ અવસરે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે, દિવાળીના તહેવારોમાં અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકોને ઐતિહાસિક ભેટ મળી છે. અમદાવાદમાં ખારીકટ કેનાલના નવીનીકરણ થવાથી પૂર્વ વિસ્તારના લોકોની વર્ષોની નાની મોટી સમસ્યાનો અંત આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ ખારીકટ કેનાલને કારણે પૂર્વ વિસ્તારનો વર્ષોથી વિકાસ ક્યાંક ને ક્યાંક અટકી રહ્યો હતો તેને હવે એક નવી દિશામાં મળવાની છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વચનો પૂર્વ વિસ્તારના લોકોને આપ્યાં હતા એ પૂરા થઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજીત રુ. ૫૪૪ કરોડના ખર્ચે નરોડા સ્મશાન ગૃહથી વિંઝોલ વહેળા સુધીની ખારીકટ કેનાલને પેકેજ-ર અંતર્ગત નવયુગ શાળા કોર્સીંગથી નીધી પાર્ક સોસાયટી સુધી તથા પેકેજ-3 અંતર્ગત નીધી પાર્ક સોસાયટીથી ઓઢવ ફાયર સ્ટેશન સુધી ૨ નંગ પ્રિકાસ્ટ આર.સી.સી. બોક્ષ તથા ૨ નંગ કાસ્ટ ઈન સીટુ સ્ટ્રોમ વોટર બોક્ષથી ડેવલપ કરવામાં આવશે.આ કેનાલ ડેવલપ થવાથી નીચાણવાળી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો નિકાલ આવશે. આજુ-બાજુના વિસ્તારોમાં ડ્રેનેજ ઓવરફ્લો થવાની સમસ્યાનો મહદઅંશે નિકાલ થશે. તદઉપરાંત કેનાલની મોટી જગ્યાનો ઉપયોગ સીવેજ લાઈન, સ્ટોર્મ વોટર લાઈન અને રોડ નેટવર્ક નાંખીને ગીચ વિસ્તારમાં રોડ નેટવર્ક ઉભું કરી શકાશે.

જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શારદાબેન હોસ્પિટલનું અંદાજીત રૂ. ૧૭૮ કરોડના ખર્ચે નવીનકરણ કરી મલ્ટીસ્ટોરીડ હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવામાં આવશે. કુલ ૩૧૦૪૮ ચો.મી.ના પ્લોટ એરીયામાં ગ્રાઉન્ડ ફ્લોર 5 માળમાં હોસ્પિટલ બ્લોક, આઈ.પી.ડી. બ્લોક, ઓ.પી.ડી. બ્લોક, યુટીલીટી બ્લોક, શબઘર, રેસીડેન્ટ મેલ અને ફીમેલ બ્લોક, ફેમીલી ક્વાટર્સ તેમજ નર્સ ક્વાટર્સ તૈયાર થશે. આ ઉપરાંત નવી તૈયાર થનાર હોસ્પિટલમાં ૮૮૦ બેડ, ૧૨૦ જેટલા આઈ.સી.યુ. બેડ, ૧૨ ઓપરેશન થીયેટર, કોન્ફરન્સ હોલ તેમજ ગાયનેક, રેડીયોલોજી, પીડીયાટ્રીક, ઓર્થોપેડિક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથો-સાથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શેઠ એલ. જી. હોસ્પિટલનું અંદાજીત રૂ. ૧૬૪ કરોડના ખર્ચે નવીનીકરણ કરી મલ્ટીસ્ટોરીઝ શેઠ એલ. જી. હોસ્પિટલ બનાવવામાં આવશે. કુલ ૩૯૮૬૪.૭૮ ચો.મી. પ્લોટ એરીયામાં નવીનીકરણ થશે. જેમાં બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ૯ માળનું રહેશે. આ ઉપરાંત ૬૮ ટુ વ્હિલર તથા ૧૨૮ ફોર વ્હિલર પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. આ હોસ્પિટલમાં ૭૦૦ બેડ, ૮૦ જેટલા આઈ. સી. યુ. બેડ, ગાયનેક, સાઈકીયાટ્રીક, રેડીયોલોજી, પીડીયાટ્રીક, ડર્મેટોલોજી, બર્ન્સ તેજ કોન્ફરન્સ હોલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનના નિકોલ વોર્ડમાં અંદાજીત રુ. ૧૦૩.૮૩ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૧૮૦ આવાસો બનાવવામાં આવશે. આ આવાસોમાં પાણી પુરવઠો, ગટર લાઈન અને વીજ પુરવઠા સહિત બેઠક રુમ, બેડરુમ, રસોડુ, સંડાસ-બાથરુમ અને ચોકડી સહિતની સુવિધા ધરવાતા બનાવાવમાં આવશે. આ ઉપરાંત આકર્ષક એલીવેશન, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, વેટ્રીફાઈડ ટાઈલ્સ ફ્લોરીંગ, ગ્રેનાઈટનું કિચન પ્લેટફોર્મ, ફ્લશ ડોર્સ, લીફ્ટ, પરકોલેશન વેલ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલર રૂફ ટોપ, રાંધણ ગેસની લાઈન, આર.સી.સી. રોડ તેમજ ઈલેક્ટ્રીક સબ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના બાપુનગર વોર્ડમાં લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડીયમને અંદાજીત રુ. ૨૦.૬૦ કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ, નગીનાવાડી, પાર્કિંગ એરીયા તેમજ બાળકો માટે રમત-ગમત તથા આઉટડોર જીમના સાધનોની સુવિધા સહિત ડેવલપ કરવામાં આવશે. આ સાથે ૨૦૦૦ રનીંગ મીટર લંબાઈનો આકર્ષક વોકીંગ ટ્રેક, જુદી જુદી જાતના ૧,૫૦,૦૦૦ ફુલછોડનું પ્લાન્ટેશન, એન્ટ્રન્સ, રીચાર્જ વેલ, ફુટ ઓવર બ્રીજ તથા વ્યુ ગેલરી, અલગ અલગ પ્રકારની આકર્ષક એડવેન્ચર એક્ટીવીટીઝ ઉભી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X