For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મેમનગર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કર્યું!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, 'કન્યા કેળવણી મહોત્સવ' તેમજ 'શાળા પ્રવેશોત્સવ'ને કારણે આજે સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો ગ્રાફ ઊંચો ગયો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, 'કન્યા કેળવણી મહોત્સવ' તેમજ 'શાળા પ્રવેશોત્સવ'ને કારણે આજે સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો ગ્રાફ ઊંચો ગયો છે. ડ્રોપઆઉટ રેટ ૩ ટકા જેટલો અને શાળામાં બાળકોના દાખલ થવાનો દર ૯૫ ટકાથી પણ વધ્યો છે.

Bhupendra Patel

મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે રાજ્યની સરકારી સ્કૂલમાં અદ્યતન અને ટેકનોલોજી યુકત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે અને ખાનગી શાળાઓમાં બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ લેતા થયા છે.

ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, આ વર્ષે અમદાવાદમાં ૫૯૦૦ બાળકોએ ખાનગી સ્કૂલ છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. જ્યારે છેલ્લા આઠ વર્ષમાં ૪૧ હજાર થી વધુ બાળકો ખાનગી સ્કૂલમાંથી અમદાવાદની સરકારી સ્કૂલમાં આવ્યા છે.
સ્માર્ટ અનુપમ શાળા વિશે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે ટેકનોલોજીનો ઉપયોગ વધુને વધુ બાળકો કરે તેવા પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યા છે. રાજ્યમાં વધુ એક સ્માર્ટ અનુપમ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મેમનગરની સ્માર્ટ સ્કૂલમાં તમામ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે, જેના માધ્યમથી ભણતર ભારરૂપ ન લાગે અને રમતા રમતા ભણી શકાય એવા પ્રોજેકટ લાવવામાં આવ્યા છે.

ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના 'કન્યા કેળવણી' અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨' દરમિયાન નામાંકન કરવામાં આવેલા બાળકોની રૂપરેખા આપતા કહ્યું કે, છેલ્લા બે દિવસમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન કુલ ૩.૮૩ લાખ કન્યા અને કુમારોનું નામાંકન થયું છે. જેમાં ૧.૮૮ લાખથી વધુ કન્યાઓનું નામાંકન થયું છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, આ વખતે ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા માંગતા ૧૩૯ બાળકો માટે ભણવાની વ્યવસ્થા ઇતિહાસમાં પ્રથમ વખત સિગ્નલ સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી અને આજે આ બાળકોનું ધોરણ ૧માં નામાંકન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ પ્રાથમિક શાળાના બાળકોને રમતા-રમતાં ભણવાનો ઉદ્દેશ સાકાર કરવા માટે જોયફૂલ લર્નિંગ ક્લાસ બનાવવામાં આવ્યા છે. દરેક બાળકને એ મુજબ શૈક્ષણિક રમકડાથી ભણાવવામાં આવે છે. કલરફૂલ સરસ બેઠક વ્યવસ્થા સાથે દિવાલો પર માસના નામ, વાહનો, પશુ-પંખીઓની ઓળખ, ઋતુઓના નામ, ગણિતમાં ચડતાં-ઉતરતા ક્રમના આંકડાઓ અને ટેબલનું સુંદર ચિત્રકામ કરવામાં આવ્યું છે. આમ બાળ માનસને શિક્ષકો દ્વારા જ્ઞાન સાથે ગમ્મતના ચિત્રો થકી ભણતરની સમજણ આપવામાં આવે છે. તથા શાળામાં બાળકોને રમતગમતની પ્રવૃતિઓ માટે મોકળુ મેદાન મળી રહે તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું અને ક્લાસ રૂમોમાં તેમણે પોતે વિદ્યાર્થીઓ સાથે બેન્ચ પર બેસીને ક્લાસ રૂમની એજ્યુકેશનલ એક્ટીવીટી નિહાળી હતી.

English summary
Chief Minister Bhupendra Patel inaugurated Memnagar Smart School!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X