મુખ્યમંત્રીએ ઉનાઈ મંદિર પરિસરમાં શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કર્યું
Chief Minister Bhupendra patel : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી જિલ્લાના વાંસદાના ગાંધી મેદાન ખાતેથી રાજ્યના વન વિભાગ રાજ્ય દ્વારા આયોજિત વન સેતુ ચેતના યાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવોએ અતિ પૌરાણિક ઉનાઈ માતાના મંદિરે દર્શન કર્યા હતા અને માતાજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક શીશ ઝૂકાવી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીઓએ આ અભિયાનરૂપે ઉનાઈ માતા મંદિર પરિસરની સાફ-સફાઈ કરી હતી. તેમણે ઉનાઈ મંદિર પરિસરમાં રૂપિયા 1.76 કરોડના ખર્ચે નિર્માણ પામનારા શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું.












Click it and Unblock the Notifications
