મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિપોત્સવી અંકનું વિમોચન કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માહિતી ખાતા દ્વારા સંપાદિત ગુજરાત દિપોત્સવી અંક-૨૦૭૯નું વિમોચન કર્યું હતું.
પરંપરા અનુસાર, આ વર્ષે પણ માહિતી ખાતા દ્વારા ગુજરાત દિપોત્સવી અંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. પ્રતિ વર્ષે સાહિત્યકારો અને વાંચકોમાં ગુજરાત દિપોત્સવી અંકની પ્રતીક્ષા રહે છે.

માહિતી નિયામક ડી.કે.પારેખે મુખ્યમંત્રીને ગુજરત દિપોત્સવી અંક વિશે વિગતો આપતા જણાવ્યું કે, દિપોત્સવી અંક-૨૦૭૯માં ગુણવંત શાહ, વિષ્ણુ પંડ્યા, કુમારપાળ દેસાઈ, યશવંતભાઈ મહેતા, અજય ઉમટ, કૃષ્ણકાંત ઉનડકટ, ડૉ.દિનકર જોશી, ડૉ.ચંદ્રકાંત મહેતા, મધુરાય જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સર્જકોની કલમે થયેલા સર્જનને સંકલિત કરીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
આ દિપોત્સવી અંક-૨૦૭૯માં ૩૧-અભ્યાસલેખો, ૩૬-નવલિકાઓ, ૧૯-વિનોદિકાઓ, ૧૧-નાટિકાઓ અને ૧૦૨-કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિપોત્સવી અંક ૫૯ જેટલી તસવીરો અને ચિત્રોથી નયનરમ્ય અને આકર્ષક બન્યો છે.
આ વિમોચન વેળાએ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, અધિક માહિતી નિયામકો, સર્વ અરવિંદ પટેલ, પુલક ત્રિવેદી, મુખ્યમંત્રી નાં નાયબ માહિતી નિયામક ઉદય વૈશ્નવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
