ગુજરાતના વણઝારા સમાજ દ્વારા ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે સ્નેહમિલન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ગુજરાતનો જે વિકાસ થયો છે, તે સૌની નજર સામે છે અને એટલે જ ગુજરાતની જનતાના પ્રેમ-આશીર્વાદ પાછલા બે દાયકાથી ગુજરાતની ભાજપા સરકારને મળ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ગુજરાતનો જે વિકાસ થયો છે, તે સૌની નજર સામે છે અને એટલે જ ગુજરાતની જનતાના પ્રેમ-આશીર્વાદ પાછલા બે દાયકાથી ગુજરાતની ભાજપા સરકારને મળી રહ્યા છે.

ગુજરાત વણઝારા સમાજનું સ્નેહમિલન ગાંધીનગર ખાતે યોજાયું હતું. સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું પરંપરાગત પાઘ પહેરાવી વણઝારા સમાજના અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું. રાજ્યના વિવિધ સમાજવર્ગો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્નેહમિલનની આજે વધુ એક કડી સંપન્ન થઈ હતી. તેમાં સમગ્ર ગુજરાતના વણઝારા સમાજના લોકો સહભાગી થયા હતા.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત ભારતમાં સૌથી વધુ ફાઈનાન્શિયલી સ્ટ્રોંગ-આર્થિક રીતે મજબૂત રાજ્ય છે. પરિણામે આ વર્ષે ટીમ ગુજરાતે રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું બજેટ આપ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારની વિકાસ નીતિ-રીતિ કોઈ એક સમાજ પૂરતી સીમિત હોતી નથી સરકારે દરેક સમાજની ચિંતા કરવાની હોય છે. તમામ સમાજના ઉત્કર્ષ માટે પ્રયાસરત રહેવાનું હોય છે. છેલ્લા એક વર્ષમાં ટીમ ગુજરાતે સૌના સાથ - સૌના વિકાસનું સૂત્ર સાર્થક કર્યું છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓના કલ્યાણ માટે જે પગલાં લીધાં છે તે સર્વવિદિત છે વિચરતી-વિમુક્ત જાતિના સરનામાં વગરના માનવીઓને સરકારે માથે કાયમી છત-પાકા મકાન, અને જમીનની સનદ આપી છે, આ જાતિનાં બાળકો-વિદ્યાર્થીઓને ભણવામાં મદદ કરવા સરકારે હોસ્ટેલ પણ બનાવી છે.
મુખ્યમંત્રી ગુજરાતે છેલ્લાં 20 વર્ષમાં કૃષિ, જળ વ્યવસ્થાપન, સિંચાઈ, પશુપાલન, ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં કરેલી પ્રગતિની વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે ઉમેર્યુ હતું કે, ડબલ એન્જિનની સરકારનો લાભ ગુજરાતને પાછલા 8 વર્ષથી મળી રહ્યો છે, પરિણામે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓ સેચ્યુરેશન-પરિપૂર્ણતા તરફ જઈ રહી છે
વણઝારા સમાજના પ્રમુખ જે.ડી. વણઝારાએ આ પ્રસંગે વણઝારા સમાજની પ્રગતિ, શિક્ષણ ક્ષેત્રે વિકાસ અને તેમાં સરકારની સહાયરૂપ ભૂમિકા વિશે વિશદ છણાવટ કરી હતી.
ઓ.બી.સી. મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભગવાનદાસ પંચાલે સૌ ઉપસ્થિતોનો આભાર માની, વણઝારા સમાજ સદાય ભારતીય જનતા પાર્ટીની સરકારની સાથે રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વિજયભાઈ વણઝારા, નારણભાઈ વણઝારા, મયંકભાઈ તેમ જ વણઝારા સમાજના અગ્રણી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
