રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે સવારે ૯ થી ૧૧ અરજીઓ લેવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઇન નિવારણ માટેના સ્વાગત ઓનલાઇનના કાર્યક્રમના રાજ્ય સ્વાગતમાં ગુરૂવાર, તા.રર જૂનના બપોરે ૩ કલાકે ઉપસ્થિત રહેશે.

આ જૂન મહિનાના ચોથા ગુરૂવારે તારીખ રર મી એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ-ર ખાતે બપોરે ૩ વાગ્યે ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.
મુખ્યમંત્રીને આ રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરવા ઇચ્છતા અરજદારો પોતાની રજૂઆત-અરજી સવારે ૯ થી ૧૧ દરમ્યાન સ્વર્ણિમ સંકુલ-ર માં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં નોંધાવી શકશે.












Click it and Unblock the Notifications
