For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 17મા શાળા પ્રવેશોત્સવનું ઉદ્ઘાટન કરશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બનાસકાંઠાની મહમદપુરા પ્રાથમિક શાળામાંથી 17મા શાળા પ્રવેશોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 22 જૂન 2022 : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બનાસકાંઠાની મહમદપુરા પ્રાથમિક શાળામાંથી 17મા શાળા પ્રવેશોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ અંગે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના 18 હજાર ગામોની 32,013 સરકારી શાળાઓમાં બાળકોને આપવામાં પ્રવેશ આવશે.

વર્ષ 2002 ધોરણ 1 થી 8 માં ડ્રોપઆઉટ રેશિયો 37.22 ટકા હતો, જે 20 વર્ષ બાદ ઘટીને 3.07 ટકા થયો છે. પ્રાથમિક શાળાઓમાં બાળકોનો પ્રવેશ દર વર્ષ 2003-04 માં લગભગ 75 ટકા હતો, જે આજે વધીને 99.21 ટકા થયો છે.

ગુજરાત સરકાર દ્વારા 23 જૂનથી આગામી ત્રણ દિવસ એટલે કે 23, 24 અને 25 જૂનથી તેના 17મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠાના વડગામ તાલુકાની મહમદપુરા પ્રાથમિક શાળાથી કરવામાં આવશે. બીજા દિવસે મુખ્યમંત્રી તાપી જિલ્લાના નેઝર તાલુકાની રુમકિતલાવ પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવશે અને કાર્યક્રમના અંતિમ દિવસે મુખ્યમંત્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેમનગર પ્રાથમિક શાળાની મુલાકાત લઈને બાળકોને પ્રવેશ કરાવશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી (વર્ષ 2020-21 અને 2021-22) આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને વર્ષ (2019-20)માં ચક્રવાતને કારણે આ કાર્યક્રમનું આયોજન થઈ શક્યું ન હતું.

18 હજાર ગામોની 32,013 સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે

18 હજાર ગામોની 32,013 સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે

રાજ્યના 18,000 ગામોની 32,013 પ્રાથમિક શાળાઓમાં 17મા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવશે. મુખ્યમંત્રીથી લઈને તમામમંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, રાજ્ય સરકારના તમામ IAS, IPS, વરિષ્ઠ અધિકારીઓ વગેરે ત્રણ દિવસ (23, 24, 25 જૂન, 2022)વિવિધ શાળાઓની મુલાકાત લેશે અને ધોરણ એકના બાળકોને શાળા પ્રવેશ કરાવશે.

આ ત્રણ દિવસો દરમિયાન તેઓ દરરોજ ત્રણશાળાઓની મુલાકાત લેશે અને વાલીઓ, સમુદાયો અને શાળાઓને બાળકોની નોંધણી માટે પ્રેરિત કરશે.

આ દરમિયાન, દર ત્રીજી શાળામાંક્લસ્ટરના રૂપમાં દરરોજ કાર્યક્રમની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે અને 24 જૂને, બ્લોક હેડક્વાર્ટર ખાતે બ્લોક સ્તરની સમીક્ષા કરવામાંઆવશે.

પ્રાથમિક વર્ગોમાં 100 ટકા બાળકોની નોંધણી એ અમારું લક્ષ્ય છે - શિક્ષણ મંત્રી

પ્રાથમિક વર્ગોમાં 100 ટકા બાળકોની નોંધણી એ અમારું લક્ષ્ય છે - શિક્ષણ મંત્રી

ગુજરાતની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા અને આ કાર્યક્રમની વિશેષતાઓ વિશે વાત કરતાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,ગુજરાતના દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે જ અમારુ લક્ષ્ય છે.

પ્રાથમિક શાળાઓમાં ભણવા આવતા આ બાળકો આપણા રાજ્યઅને દેશનું ભવિષ્ય છે. તેથી, એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પોતાના સ્તરે સુનિશ્ચિત કરવાની આપણા સૌની સામૂહિકજવાબદારી છે.

રાજ્ય સરકારનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અત્યાર સુધી સંપૂર્ણ રીતે સફળ સાબિત થયો છે. આ વખતે અમારું લક્ષ્ય 100ટકા પ્રવેશયોગ્ય બાળકોની નોંધણી કરવાનું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રવેશોત્સવના પહેલા દિવસે (23 જૂન) મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનીમુલાકાત લેશે અને ત્યાંની ત્રણ શાળાઓમાં બાળકોને પ્રવેશ કરાવશે.

આ સાથે જ તેઓ અનુક્રમે 24 અને 25 જૂનના રોજ આણંદ જિલ્લાનાઉમરેડ તાલુકાની ત્રણ શાળાઓ અને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની ત્રણ પ્રાથમિક શાળાઓની મુલાકાત લેશે અને ત્યાંના બાળકોનેપ્રાથમિક વર્ગોમાં પ્રવેશ કરાવશે.

જન્મ નોંધણીનો ડેટાબેઝ અને ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમને એકીકૃત કરાશે

ગુજરાત સરકાર 17મા શાળા પ્રવેશોત્સવમાં 100 ટકા પ્રવેશયોગ્ય બાળકોની નોંધણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેના માટે રાજ્ય સરકારદ્વારા આરોગ્ય વિભાગના જન્મ નોંધણી ડેટા અને વિદ્યા સમીક્ષા કેન્દ્રની ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમને એકીકૃત કરવામાં આવશે.

આમ કરવાથીરાજ્ય સરકાર જોઈ શકશે કે, રાજ્યમાં કેટલા બાળકોનો જન્મ થયો છે અને તેમાંથી કેટલા પ્રવેશયોગ્ય બાળકોએ શાળામાં પ્રવેશ લીધો છે.

આવખતે રાજ્ય સરકાર 2 થી 8 ના વર્ગોમાંથી છેલ્લા કેટલાક વર્ષોમાં વચ્ચેથી જ અભ્યાસ છોડી દેનારા બાળકોને યોગ્ય વર્ગોમાં ફરીથીશાળામાં દાખલ કરાવશે.

આ સાથે જ ગેરહાજરી, સંભવિત ડ્રોપઆઉટ વગેરેને રોકવા માટે તમામ ખાનગી, ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારીશાળાઓમાં નોંધાયેલા બાળકોની 100 ટકા ડેટા એન્ટ્રી પણ કરવામાં આવશે.

English summary
Know from where Chief Minister Bhupendra Patel will inaugurate the 17th School Entrance Ceremony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X