મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 5 ઓક્ટોબરે મુલાકાતીઓને મળશે, ગાંધી જયંતિની રજા ભરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ગુરુવાર અને 5 ઓક્ટોબરે દિવસે નાગરિકોને મુલાકાત આપવાનો નિર્ણય કર્યો છે.
સામાન્ય રીતે અઠવાડિયાના પ્રથમ બે દિવસે સોમવાર અને મંગળવારે નાગરિકો મુખ્યમંત્રીને કોઈપણ પૂર્વનિર્ધારિત એપોઈન્ટમેન્ટ સિવાય મળી શકતા હોય છે. પરંતુ ઓક્ટોબર ૨૦૨૩ના પ્રથમ સોમવારે તારીખ 2 ઓક્ટોબરે ગાંધી જયંતિની સરકારી કચેરીઓમાં જાહેર રજા હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ જાહેર રજાને કારણે નાગરિકોને રાબેતા મુજબ મળી શક્યા ન હતાં. આથી મુખ્યમંત્રીએ તેમને મળવા આવતા નાગરિકોની સુવિધા માટે એવો નિર્ણય કર્યો છે કે ગત સોમવારે બીજી ઓક્ટોબરની જાહેર રજાની અવેજીમાં હવે આગામી ગુરૂવાર પાંચમી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે તેઓ નાગરિકોને મુલાકાત આપશે.
જણાવી દઈએ કે, આ દિવસોમાં મુખ્યમંત્રીને મળવા માટે કોઈપણ નાગરિકો જઈ શકે છે. તેમને મુલાકાત માટે વિશેષ પરવાનગી લેવી પડે છે.












Click it and Unblock the Notifications
