મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના વરસાદ અસરગ્રસ્ત વિસ્તારની લેશે મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર તા. ૨૧ જુલાઈના રોજ સૌરાષ્ટ્રના ભારે વરસાદ અસરગ્રસ્ત માંગરોળ, ગીર સોમનાથ, તલાલા અને માળિયા હાટીના તેમજ હિરણ ડેમ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે ગાંધીનગર થી રવાના થશે.

હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિ નો ક્યાસ મેળવ્યા પછી મુખ્યમંત્રી જુનાગઢ ખાતે બપોરે ૧:૦૦ કલાકે સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે રિવ્યુ મીટીંગ પણ યોજવાના છે.
મુખ્ય સચિવ રાજકુમાર અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એમ. કે. દાસ પણ મુખ્યમંત્રીશ્રી સાથે જોડાશે.












Click it and Unblock the Notifications
