For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રીએ નડિયાદમાં મગનભાઇ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનું કર્યું લોકાર્પણ

મુખ્યમંત્ર ભુપેન્દ્રભાઈ પટેલે સાક્ષર નગરી નડિયાદમાં મહાગુજરાત મેડિકલ સોસાયટી સંચાલિત મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પદ્મશ્રી પુરસ્કૃત ડો. હર્ષદભાઈ દેસ

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્ર ભુપેન્દ્રભાઈ પટેલે સાક્ષર નગરી નડિયાદમાં મહાગુજરાત મેડિકલ સોસાયટી સંચાલિત મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પદ્મશ્રી પુરસ્કૃત ડો. હર્ષદભાઈ દેસાઈનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રી સન્માન કરવા માટે તેમની બેઠક સુધી સામે ચાલીને ગયા હતા અને ઋજુતા દર્શાવી હતી. મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આયુષમાન ભારત યોજના હેઠળ પીએમ જય કાર્ડનું વિતરણ કર્યું હતું.

Bhupendra Patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમયની જરૂરિયાત મુજબ ડિઝીટલ યુગમાં ઘર બેઠા શિક્ષણ મળે તેવી વ્યવસ્થાઓ ઉભી કરી શિક્ષણને વધુ સુલભ અને સરળ બનાવ્યું છે. છાત્રોની તમામ પ્રકારની જરૂરિયાતોને રાજ્ય સરકાર દ્વારા ધ્યાને રાખવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતે સમયની માંગ સાથે આગળ વધતા નાનામાં નાના અને છેવાડાના માનવીને કેન્દ્ર સ્થાને રાખી કૃષિ, શિક્ષણ, ઉદ્યોગ, સ્વાસ્થ્ય અને સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્તમ વ્યવસ્થાઓ ઉભી કરી છે. જેના પરિણામે ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.

નડિયાદની ધરતી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ, મહા ગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક, જાણીતા સાક્ષરો ગોવર્ધનરામ ત્રિપાઠી અને બકુલભાઇ ત્રિપાઠી, મણીલાલ દ્વિવેદી જેવા અનેક માનવરત્નોનું આઝાદીના અમૃત કાળે મુખ્યમંત્રીશ્રીએ સ્મરણ કરી તેમના યોગદાનને બિરદાવ્યું હતું. ગાંધીજીના આદ્યાત્મિક ગુરુ શ્રીમદ્દ રાજશ્ચંદ્રવજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના પણ નડીયાદની ભૂમિ પણ કરી હોવાનો તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો.

દેશના અમૂલ્ય વારસાની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દિલ્હી સ્થિત અક્ષરધામ પ્રદર્શની ઘણા લોકોએ જોઇ હશે, તેમાં ભારતના ભવ્ય અને દિવ્ય ભૂતકાળની ઝાંખી આપવામાં આવી છે. જે બાબતોને સમગ્ર દુનિયા અનુસરી રહી છે, તે બાબતો ભારત છેલ્લા પાંચ હજાર વર્ષથી અપનાવી રહ્યું છે.

કોરોના મહામારી દરમિયાન આપણા ઘરગથ્થુ ઇલાજો કેટલાક લાભકારી છે, તે બાબતનો ખ્યાલ આવ્યો હતો. આપણી પ્રાચીન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ કોરોના મહામારીમાં ઘણી અસરકારક સાબીત થઇ હતી. આ પદ્ધતિને ગ્લોબલ બનાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વ આરોગ્ય સંસ્થા અને કેન્દ્રીય આયુષ મંત્રાયલના સહયોગથી જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનની સ્થાપના કરી છે.

English summary
Chief Minister Bhupendrabhai Patel honours Padma Shri Harshadbhai Desai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X