For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી અને રાજ્યપાલે નાગરીકોને જન્માષ્ટમીની પાઠવી શુભકામના

રાજ્યના નાગરિકોને જન્માષ્ટમી પર્વની નિમિતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે શ્રીકૃષ્ણ જન્મોત્સવનું પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવ

|
Google Oneindia Gujarati News

રાજ્યના નાગરિકોને જન્માષ્ટમી પર્વની નિમિતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે શ્રીકૃષ્ણ જન્મોત્સવનું પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું આ પર્વ સમાજમાં પ્રેમ, શાંતિ, સામાજિક સમરસતા અને બંધુત્વની ભાવનાને વધુ સુદૃઢ બનાવશે.

Bhupendra Patel

મુખ્યમત્રીની સાથે સાથે રાજ્યપા આચાર્ય દેવવ્રતે પણ જન્માષ્ટમીના પાવન પર્વે સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જન્માષ્ટમીના પવિત્ર પર્વે રાજ્યના સૌ નાગરિકોને હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે.

રાજ્યપાલએ તેમના શુભકામના સંદેશમાં જણાવ્યું છે કે જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ હર્ષ અને પરમ આસ્થા સાથે ઉજવવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણે પ્રબોધેલા મૂલ્યવાન જીવન આદર્શો સૌના કલ્યાણની ઉન્નત ભાવનાને આત્મસાત કરવા અને ફળની ચિંતા કર્યા વગર નિષ્ઠાપૂર્વક કર્મ કરવાની સૌને પ્રેરણા આપે છે.

English summary
Chief Minister, Governor greet citizens on Janmashtami
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X