For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશની રક્ષા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા પ્રગટ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તારીખ ૭ ડિસેમ્બરના દર વર્ષે ઉજવાતા સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે પોતાનો ફાળો અર્પણ કરીને દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આપણા દેશના સ

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તારીખ ૭ ડિસેમ્બરના દર વર્ષે ઉજવાતા સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે પોતાનો ફાળો અર્પણ કરીને દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આપણા દેશના સીમાડે સતત ખડેપગે રહીને માભોમની રક્ષા કરવા ઉપરાંત આંતરિક સલામતિ સુરક્ષા આપણા સશસ્ત્ર દળોના જવાનો નિભાવે છે

Bhupendra patel

આ સેનાનીઓ અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ ફરજ પરસ્ત જવાનોના અને દેશ માટે સમર્પિત થઈ પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ હેતુથી આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરી તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે

મુખ્યમંત્રીએ આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉપલક્ષ્યમાં ગાંધીનગરમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. આ વેળા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, સૈનિક કલ્યાણ બોર્ડના નિયામક, લેફટનન્ટ કર્નલ ક્રિષ્ણદિપસિંહ જેઠવા અને અધિકારીઓ જોડાયા હતા

English summary
Chief Minister offering contribution on Armed Forces Flag Day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X