રાજ્યમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓએ યોગ કરી શુભેચ્છા પાઠવી

મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ અને પ્રાણાયામ કરીને યોગ પ્રત્યે પ્રેરિત થવાનો સંદેશ આપ્યો.

ગાંધીનગરઃ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દુનિયાભરમાં લોકો યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. સમગ્ર દેશ અને રાજ્યભરમાં ઠેર-ઠેર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સવારે પોતાના નિવાસસ્થાને યોગ અને પ્રાણાયામ કરીને સૌને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગ પ્રત્યે પ્રેરિત થવાનો સંદેશ આપ્યો. ગાંધીનગરમાં રાજભવન ખાતે વિશ્વયોગ દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિવિધ આસનો કરી યોગને જીવનનો નિત્યક્રમ બનાવવા અનુરોધ કર્યો અને કહ્યુ કે યોગથી વ્યક્તિનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યા યોગ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યા યોગ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવીને જણાવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગના આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જઈને આપણી સંસ્કૃતિને ઉજાગર કરી છે. કોરોના જેવી મહામારીમાં લોકોને યોગનુ મહત્વ સમજાયુ છે. યોગ તેમજ પ્રાણાયામથી માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે તે કોરોનાની બિમારીમાં સપડાયેલા લોકોએ યોગ કરીને અનુભવ કર્યો છે. રાજ્યમાં પણ યોગનુ મહત્વ દિવસેને દિવસે વધી રહ્યુ છે. કોરોનાના સમયમાં લોકો યોગ, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર કરીને પોતાની તંદુરસ્તી વધારી રહ્યા છે.

યોગ પરંપરાને જીવંત રાખીએઃ નીતિન પટેલ

યોગ પરંપરાને જીવંત રાખીએઃ નીતિન પટેલ

ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીને લોકોને યોગ દિવસની શુભકામનાઓ પાઠવી. તેમણે ટ્વિટરના માધ્યમથી જણાવ્યુ કે યોગ એટલે શરીર ચેતનાને વૈશ્વિક ચેતના સાથે એકાકાર કરવાની ઋષિ પરંપરા છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે આપણે સાથે મળીને વિશ્વ યોગ દિવસ પર આપણા શ્વાસ-ઉચ્છવાસને નિયતિના ક્રમે નિયમબદ્ધ કરીને આપણા તન અને મનને સ્વચ્છ તેમજ નિરોગી રાખીને સુખ શાંતિનો અનુભવ કરીએ તેમજ આપણી યોગ પરંપરાને જીવંત રાખીએ.

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પાઠવી શુભકામના

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પાઠવી શુભકામના

રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ યોગ કરીને લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવી. તેમણે જણાવ્યુ કે, 'યોગ જીવનનુ એ દર્શન છે જે મનુષ્યને તેની આત્મા સાથે જોડે છે. યોગ આપણા શરીર, મન અને ભાવનાઓને સ્થિર અને નિયંત્રિત કરે છે. તમને સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X