Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિજય રૂપાણીએ કરી જાહેરાત, જાહેર કાર્યક્રમો, ધાર્મિક સ્થળો બંધ, લગ્નમાં નહી આવી શકે 50થી વધારે લોકો

આજે હાઇકોર્ટમાં સુનાવણી હતી જેમાં સરકાર વતી એડવોકેટ જનરલ હાજર હતા. સરકાર દ્વારા કરાયેલી કામગીરીની માહિતી આપવામા આવી હતી. હાઇકોર્ટે સરકારે કામગીરી કરી તેનું એફિડેવિટ કરવા કહ્યું છે. જેમાં દરેક વિભાગના કર્મચારીઓએ કામગીરી ક

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. કોરોનાને કંટ્રોલ કરવામાં ગુજરાત સરકાર નિષ્ફળ થઇ છે. કોરોનાના વધતા મામલાઓને લઇ કઇ પગલા ન ભરતા ગુજરાત હાઈકોર્ટે આજે રાજ્ય સરકારને આડે હાથે લીધી છે. હાઇકોર્ટની ફટકારથી સરકાર ઉંઘતી સરકાર સફાળે જાગી છે. આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને નિયંત્રણમાં લેવા માટે કેટલીક અપીલ કરી છે.

Vijay Rupani

વિજય રૂપાણીએ એપ્રિલ મે સુધીના તમામ તહેવારો પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. તેમણે રાજકીય, સામાજિક, જન્મદિવસ વગેરે તેમજ જાહેરમાં તહેવારની ઉજવણી ન કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત 14 એપ્રિલથી લગ્નમાં 50 લોકો જ હાજર રહી શકશે. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસો 50 ટકા લોકો સાથે ચાલુ રાખવા આદેશ આપ્યા છે. મંદિરો, મસ્જિદ અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થાનો પણ 30 એપ્રિલ સુધી બંધ કરવા અપીલ કરી છે. શ્રદ્ધાળુઓને ધાર્મિક સ્થાનમાં પ્રત્યક્ષ દર્શન કરવા માટે ન જવા વિનંતી કરી છે.

આ ઉપરાંત રૂપાણીએ ડોક્ટરોને બિનજરૂરી રેમડેસિવિર ઈન્જેક્શનનું પ્રિસક્રિપ્શન ન લખવા વિનંતિ છે. 60 હજાર RTPCR ટેસ્ટ અને 24 કલાકમાં રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા કરી છે.આજે હાઇકોર્ટમાં સુનાવણી હતી જેમાં સરકાર વતી એડવોકેટ જનરલ હાજર હતા. સરકાર દ્વારા કરાયેલી કામગીરીની માહિતી આપવામા આવી હતી. હાઇકોર્ટે સરકારે કામગીરી કરી તેનું એફિડેવિટ કરવા કહ્યું છે. જેમાં દરેક વિભાગના કર્મચારીઓએ કામગીરી કરી છે. કોરોનાગ્રસ્ત બન્યા છે, કેટલાના મૃત્યુ પણ થયા છે. સરકારે જનતાને તકલીફ ન પડે તેના માટે ખર્ચનો વિચાર કર્યા વગર કામ કર્યું છે.

આ પણ વાંચો: કોરોના વિશેની PIL પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, સરકારે કહ્યુ - બધુ નિયંત્રણમાં, લૉકડાઉન સૉલ્યુશન નથી

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X