કોરોના વિશેની PIL પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, સરકારે કહ્યુ - બધુ નિયંત્રણમાં, લૉકડાઉન સૉલ્યુશન નથી
ગુજરાતમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણના મુદ્દે એક જનહિત અરજીની હાઈકોર્ટમાં સુનાવણી થઈ. વાંચો વિગત.
ગાંધીનગરઃ ગુજરાતમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણના મુદ્દે એક જનહિત અરજીની હાઈકોર્ટમાં સુનાવણી થઈ. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યુ કે રાજ્યમાં લોકો કોરોના સામે લડી રહ્યા છે. અહીં બધુ નિયંત્રણમાં છે અને સરકાર પોતાનુ કામ કરી રહી છે. હવે લોકોએ વધુ સાવચેત રહેવુ પડશે. એડવોકેટ જનરલે કહ્યુ કે તે લોકોને રેમડેસિવર(દવા) ઈંજેક્શન માટે ઉતાવળ ન કરવાનો આગ્રહ કરે છે.

આ અરજી પર સુનાવણી કરીને મુખ્ય ન્યાયાધીશે કહ્યુ કે સામાન્ય માનવીને કોરોના સંક્રમણનો રિપોર્ટ મળવામાં 4-5 દિવસનો સમય લાગે છે જ્યારે અધિકારી આરટી-પીસીઆર ટેસ્ટ દ્વારા માત્ર અમુક જ કલાકોમાં રિપોર્ટ મેળવી લે છે. તેમણે કહ્યુ કે મહામારીના પ્રકોપને જોતા સેમ્પલ મેળવવા અને કોરોના ટેસ્ટ કરવામાં ઝડપ આવવી જોઈએ. કોરોના મહામારી એટલી ઝડપથી ફેલાઈ રહી છે પરંતુ હજુ સુધી સેમ્પલ કલેક્શન તેમજ ટેસ્ટના આરટી-પીસીઆર ટેસ્ટ સેન્ટર સુદ્ધા હાજર નથી.
હાઈકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યુ કે કોરોનાથી બચાવ માટે લૉકડાઉન કોઈ વિકલ્પ નથી. આ લોકોના દૈનિક જીવનને પ્રભાવિત કરશે. તેમણે કહ્યુ કે અમે એવા લૉકડાઉનનુ સૂચન આપીશુ જેથી પ્રભાવિત વિસ્તારોમાં જ પ્રતિબંધો લગાવવામાં આવે. ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર દાખલ જનહિત અરજી પર સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યુ કે ઑક્સિજન સિલિન્ડર જો ઓછા પડે તો તેના ઉત્પાદથી 70 ટકા ઑક્સિજન હેલ્થ સેન્ટર પહોંચવા જોઈએ.












Click it and Unblock the Notifications
