પર્યાવરણ સંરક્ષણ માટે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા હાથ ધરાયેલી પહેલને આવકારતા મુખ્યમંત્રી
વિશ્વ પર્યાવરણ દિવસની સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જેમા રાજ્ય સરકારન વન અને પર્યાવરણ વિભાગ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જી.પી.સી.બી.ની નવનિર્મિત સૂરત સરગામ તથા અંક્લેશ્વરની પ્રાદેશિક કચે
વિશ્વ પર્યાવરણ દિવસની સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જેમા રાજ્ય સરકારન વન અને પર્યાવરણ વિભાગ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જી.પી.સી.બી.ની નવનિર્મિત સૂરત સરગામ તથા અંક્લેશ્વરની પ્રાદેશિક કચેરીના મકાનનો તથા એમિશન ટ્રેડિંગ સ્કીમનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયુ હતુ. તેમજ જોખમી કચરાની હેરફેર માટેની વિહિકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે આ દિવસ આપણા ભૂતકાળ પર નજર નાખી વર્તમાનની સ્થિતિના ઉપાયોથી પર્યાવરણ પ્રિય ઉજ્વળ ભવિષ્યનો માર્ગ કંડારવાનો અવસર છે. સમયની માંગ સમજીને અને પૃથ્વી પર જીવવાના દરેકના અધિકારને સુરક્ષિત રાખીને જેટલું બને તેટલું ઓછું નુકસાન પૃથ્વીને થાય તેવું સામાજિક જવાબદારી પૂર્ણ વર્તન કરીએ તેવી અપીલ તેમણે કરી હતી.
ગુજરાત પણ વડાપ્રધાનના સંકલ્પને પાર પાડવામા સંપૂર્ણ યોગદાન આપવા સજ્જ છે અને રાજ્યના ઉદ્યોગો અને સૌના સહયોગથી ગુજરાત પર્યાવરણ પ્રિય ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષના આ વિશ્વ પર્યાવરણ દિવસે સૌને જળ જમીન બચાવી શુદ્ધ રાખી પર્યાવરણ જાળવવાના સામૂહિક સંકલ્પનું આહ્વાન કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે રાજયના ઉદ્યોગ ગૃહોને પણ પર્યાવરણ જાળવી અને પ્રદૂષણ અટકાવી વિકાસમા સહભાગી થવા અનુરોધ કરતા સ્પષ્ટપણે ક્હ્યું કે ઉદ્યોગ ગૃહોને પર્યાવરણ જાળવવાના પ્રયાસોમાં સરકાર તેમની સાથે છે અને તેમની યોગ્ય તથા વાજબી રજૂઆતો માટે મુખ્યમંત્રી કે પર્યાવરણ મંત્રીના દ્વાર ખુલ્લા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ અવસરે કેટલીક પહેલ પણ હાથ ધરવામાં આવી છે. તદઅનુસાર જી.પી.સી.બી દ્વારા અંદાજીત રૂ. ૫ કરોડના ખર્ચે સાબરમતી, મહિસાગર, તાપી, દમણગંગા નદીઓ અને કાંકરીયા, થોળ તળાવ પર રીયલ ટાઇમ ઓનલાઇન વોટર ક્વોલીટી મોનીટરીંગ સ્ટેશન સ્થાપવાની કામગીરી ચાલુ છે. તેનાથી નદી- તળાવના પાણીની ગુણવતા પર રીયલ ટાઈમ નજર રાખી તેને સુધારવા ચોક્ક્સ પગલાં ભરી શકાશે.
વિવિધ પ્લેટફોર્મ પર રહેલી ઓનલાઈન મોનિટરિંગની રીયલ ટાઈમ માહિતીને એક જ પ્લેટફોર્મ પર લાવી મોનીટરીંગ, ચેક, વોર્નિંગ - અપડેટ્સ સાથે બોર્ડ વધુ કાર્યક્ષમ અને પારદર્શક રીતે ઓછા મેન પાવર સાથે પ્રદૂષણ નિયંત્રણ કરવા સક્ષમ બને તે માટે અંદાજીત રૂ. ૭ કરોડના ખર્ચે સેન્ટ્રલર કમાન્ડ એન્ડ કંટ્રોલ- સિક્યોર સેન્ટરનું પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેથી તુલનાત્મક ગ્રાફિકલ ડેટાબેઝ પરથી રિસર્ચ અને ડેવલપમેન્ટને પણ વેગ મળશે. આ ઉપરાંત બોર્ડ દ્વારા VLTS- (Vehicle Location Tracking System) કાર્યરત કરવામાં આવી છે. આ સિસ્ટમના ક્લોઝ લુપ થકી જોખમી કચરાના વ્યવસ્થાપન પર બાજ નજર રાખી શકાશે.
જીપીસીબીએ શરૂ કરેલી હેલ્પ ડેસ્ક વ્યવસ્થાને સમયની માંગ સાથે નવું જ રૂપ આપી રાજ્યની ચેમ્બરો દ્વારા ૧૦ થી વધુ ઔદ્યોગિક એસોશિયેશન ખાતે પણ કાયદાકીય તેમજ સરકારી નિયમો માટે માર્ગદર્શન આપવા માટે હેલ્પ ડેસ્ક ઊભા કરવામાં આવ્યા છે. જેમાં બોર્ડના અધિકારીઓ દ્વારા વિડીયો કોન્ફરન્સ થકી માર્ગદર્શન આપવાની સુવિધા કરવામાં આવશે. તેનાથી, ઉદ્યોગોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થશે.
ઉદ્યોગોના પ્રશ્નોના સ્થાનિક કક્ષાએ એક સાથે નિરાકરણ માટે જીપીસીબી દ્વારા દર માસના ત્રીજા બુધવારે બપોરે ૩ થી ૫ સમયે રાજ્યની તમામ પ્રાદેશિક કચેરી ખાતેઓપન હાઉસનું આયોજન જાહેર કર્યું છે.
GPCBએ ઉદ્યોગોને સ્થળ પસંદગી માટે પડતી અગવડ દૂર કરવા અને અન્ય વિભાગોના ક્રાઈટેરીયા સાથે સુમેળ કરી "જીપીસીબીના સાઈટીંગ ક્રાઈટેરીયા"ને જાહેર કર્યા છે. આનાથી ઉદ્યોગકાર જમીનમાં રોકાણ કરતા પહેલા સુચારુ રીતે નિર્ણય લઈ શકશે.












Click it and Unblock the Notifications
