વધુ એક વખત મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ વધી શકે, પહેલા પણ મળી ચૂક્યું છે એક્સટેન્શન
પંકજ કુમાર હાલ રાજ્યના મુખ્ય સચિવ પદ પર એક્સટેન્શન મેળવી ચુક્યા છે. આ પહેલા પણ તેમને એક્સટેન્શન મળ્યું હતું.
ગાંધીનગર : ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમારને ફરી એક વખત એક્સટેન્શન મળી શકે છે. પંકજ કુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે ત્યારે હવે શું નિર્ણય લેવાય છે તેની રાહ જોવાઈ રહી છે.

પંકજ કુમાર હાલ રાજ્યના મુખ્ય સચિવ પદ પર એક્સટેન્શન મેળવી ચુક્યા છે. આ પહેલા પણ તેમને એક્સટેન્શન મળ્યું હતું. હવે સામે આવી રહેલી વિગતો અનુસાર રાજ્ય સરકાર 3થી 6 મહિના સુધી તેમનો કાર્યકાળ આગળ વધારી શકે છે.
આ તો વાત થઈ પંકજ કુમારના એક્સટેન્શનની. પરંતુ જો પંકજ કુમારને એક્સટેન્શન ન મળે તો તો તેમની જગ્યાએ રાજકુમાર ગુજરાતના મુખ્ય સચિવ બની શકે છે. પંકાજ કુમાર હાલ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ છે અને હવે પંકજ કુમારને સરકાર આગળ ન વધારે તો રાજકુમાર મુખ્ય સચિવ બની શકે છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે સરકાર પંકજ કુમારને એક્સટેન્શન આપે તેવી સંભાવના વધુ છે. જો કે હવે બાબતે સરકાર શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.












Click it and Unblock the Notifications
