મુખ્ય સચિવ રાજકુમાર દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે, શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરી
ગુજરાત સરકારના મુખ્ય સચિવ દેવભુમી દ્વારકા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલા વિકાસ કામોની સ્થિતીની સમિક્ષા કરી હતી.
ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ મુખ્ય સચિવે કલેકટ અશોક શર્મા, ડીડીઓ એસડી ધાનાણી સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે જિલ્લાના વિકાસલક્ષી કાર્યો વિશેષ રૂપ શિવરાજપુર બીચ ખાતે પ્રવાસનને વેગ મળે તે માટે ચાલી રહેલા પ્રવાસનલક્ષી પ્રોજેક્ટ અને કામોની પણ સમીક્ષા કરી હતી.

મુખ્ય સચિવે શિવરાજપુર ગામની સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લઇ શાળામાં આયોજિત કરાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂલકાઓને પ્રતિક રૂપ પ્રવેશ અપાવ્યો હતો.
શાળામાં પ્રવેશ લેનાર 28 બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.શાળાના શિક્ષકોએ બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિની પણ માહિતી આપી હતી. તેઓએ બેટ દ્વારકાની મુલાકાત લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.












Click it and Unblock the Notifications
