
જાણો તમારા ઉમેદવારને: જામજોધપુરથી ભાજપના ચિમનભાઈ સાપરિયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં જામજોધપુરની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે ચિમનભાઈ સાપરિયાની પસંદગી કરવામાં આવી છે. તો ચિમનભાઈ સાપરિયા વિષે થોડુ જાણીએ. ચિમનભાઈ સાપરિયા ભાજપ સરકારના બહુ મોટા અને લોકપ્રિય નેતા છે. 52 વર્ષના ચિમનભાઈ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રહ્યા છે. તેમાં પણ કૃષિ મંત્રાલય તેઓ સંભાળતા હતા.
તેમની સંપત્તિની વાત કરવામાં આવે તો તેમની પાસે 2 કરોડ જેટલી સંપત્તિ છે. તેમના પિતાનું નામ ધર્મસિંહ છે. તેમની રાજકીય કારકિર્દીને ઘણા વર્ષો થઈ ગયા છે. તેમ છતાં તેમના પર કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી નોંધાયો. ચિમનભાઈ સાપરિયા આ વિધાનસભા સીટના હાલના ધારાસભ્ય છે. તેમણે આ સીટ પરથી અનેક વખત વિધાનભાની ચૂંટણી લડી છે. કોઈક વખત જીત તો કોઇક વખત હાર પર ભોગવવી પડી છે. આ વર્ષે પણ તેઓ પોતાની સીટ અને જીત સાથે ચૂંટણીમાં કમાલ દેખાડે છે કે નહી તે જોવુ રહ્યુ.