For Quick Alerts
For Daily Alerts
હેલિકોપ્ટર દુર્ઘટના : મૃતકના પરિવારને નરેન્દ્ર મોદી પાંચ લાખ આપશે
ગાંધીનગર, 26 જૂન : ઉત્તરાખંડ બચાવ કામગીરી દરમિયાન ગઇકાલે મંગળવાર 25 જૂને એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મરનાર વાયુસેનાનાં કર્મચારીઓનાં પરિવારજનોને પાંચ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.
આ અંગે મોદીએ ટ્વિટ કર્યુ છે અને કહ્યું છે કે "ઉત્તરાખંડમાં લોકોનો જીવ બચાવતા પોતાનું જીવન સમર્પિત કરનાર જવાનોને હું સલામ કરું છું. ગુજરાત સરકાર તેમનાં પરિવારજનોને પાંચ લાખ રૂપિયા સહાય આપશે."
આ તરફ ઉત્તરાખંડનાં મુખ્ય પ્રધાન વિજય બહુગુણાએ વાયુસેનાનાં હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થવાની ઘટનાને કારણે લોકોનાં મરવા અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે અને સુરક્ષા કર્મચારીઓનાં પરિવારજનોને રૂપિયા 10 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
બહુગુણાએ કહ્યું છે કે "મને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને લઈને ખુબ જ દુ:ખ થયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવની કામગીરી કરી રહેલા સુરક્ષાકર્મીઓનાં મરણ થયા છે." વાયુસેનાનાં હેલિકોપ્ટર એમઆઈ - 17નો અકસ્માત થવાથી 20 લોકોનાં મરણની શક્યતા છે.