ગાંધીનગર મહાનગર પાલિકાની લૂંટવાની તરકીબથી શહેરીજનો પરેશાન

ગાંધીનગર મહાનગર પાલિકામાં રહેણાંક મકાનોને આપવામાં આવેલા પ્રોપર્ટી ટેક્સનાં બિલમાં અનેક છબરડાઓ જોવા મળી રહ્યા છે.

ગાંધીનગર મહાનગર પાલિકામાં રહેણાંક મકાનોને આપવામાં આવેલા પ્રોપર્ટી ટેક્સનાં બિલમાં અનેક છબરડાઓ જોવા મળી રહ્યા છે. એમ છતાં મહાનગરપાલિકાનું તંત્ર લાજવાને બદલે ગાજતું હોય એ રીતે ખોટા બીલ આપવાના બદલામાં નવા બીલ માટે અરજી ઉપરાંત સાચું નામ લખવા માટે રૂપિયા પચાસ ની ફી પણ રાખવામાં આવી છે. મિલકત ધારકની કોઈપણ ભૂલ વગર આપવામાં આવેલા ખોટા બીલના બદલામાં લેવાતી શહેરીજનોને લુંટવાનો એક નવો કીમિયો મહાનગર પાલિકાએ શોધી કાઢ્યો છે, પહેલા બિલ આપવા ગોટાળા કરવા અને સુધારો કરવા આવે તો સુધારા ફીના નામે નાણાં પડાવવા.

Gandhinagar Municipal Corporation

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતધારકોને આપવામાં આવેલા પ્રોપર્ટી ટેક્સના બિલમાં અનેક છબરડાઓ જોવા મળી રહ્યા છે. નવા ગાંધીનગરમાં તો ઘરે જઈને ચેક કરવાની આળસને કારણે ફ્લેટની નીચે રહેલી નેમ પ્લેટ ઉપર લખેલા નામની જ કોપી કરી દેવામાં આવી છે. મકાનના માલિક અલગ હોય અને ફ્લેટના ભોંય તળિયે લખવામાં આવેલા ફ્લેટના રહેવાસીઓના નામ અલગ હોય તો પણ કશું જ ચેકિંગ કર્યા વગર નીચે ભોયતળિયે લખવામાં આવેલા નામ ઉપરથી જ બીલ ફટકારી દેવામાં આવ્યા છે. જેના પરિણામે વસાહતીઓમાં આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે.

ખોટા નામે આવેલા બિલને સુધારવા જતા, મહાનગરપાલિકાના તંત્ર દ્વારા નિયત થયેલી ફી ની રકમ ભરવા માટે જણાવવામાં આવે છે. જ્યારે બિલ આપવામાં આવ્યું હોય ત્યારે કોઈ પણ પ્રકારની પૂછપરછ કે ડોક્યુમેન્ટ માગ્યા વગર મનઘડંત નામ વિચારીને બિલ આપી દેવામાં આવે છે. જ્યારે નામ સુધારવા માટે મિલકતધારક જાય ત્યારે તંત્ર દ્વારા જણાવવામાં આવે છે કે, હવે નામ સુધારવા માટે અરજી આપો અને ૫૦ રૂપિયા ભરો. પાડાને વાંકે પખાલીને ડામ આપવાની તંત્રની આ નીતિ સામે વસાહતીઓમાં ભારે રોષની લાગણી પેદા થવા પામે છે.

ગાંધીનગરના નવા સેક્ટરમાં તો એક રહેણાંક મકાનને કોમર્શિયલ બિલ ફટકારી દીધું. આશ્ચર્ય ઉપજાવે એવી બાબત તો એ છે કે, જ્યારે મકાન માલિક બિલ સુધરાવવા ગયા ત્યારે એવો જવાબ મળ્યો કે, તમારા ઘર ઉપર કોઈ વ્યવસાયનું બોર્ડ લાગેલું હશે.

આવા છબરડાને ગંભીર ક્ષતિ ગણીને જવાબદાર કર્મચારી સામે પગલાં લેવા જોઈએ અને વસાહતીને પડેલી તકલીફ માટે તેને વળતર આપવું જોઈએ એવી માંગ ઉઠવા પામી છે. તંત્રની બેદરકારીના કારણે શહેરીજનોને આર્થિક બોજો ભોગવવો પડી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X