For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: અમદાવાદના શાહ-આલમમાં કાશ્મીરી સ્ટાઈલમાં પોલીસ પર પથ્થરમારો

Video: અમદાવાદના શાહ-આલમમાં કાશ્મીરી સ્ટાઈલમાં પોલીસ પર પથ્થરમારો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં આજે મુસ્લિમ સંગઠનોએ અમદાવાદમાં બંધનું એલાન કર્યું હતું, જેને પગલે અમદાવાદમાં સવારે સજ્જડ બંધ જોવા મળ્યું હતું. બાદમાં પ્રદર્શન ઉગ્ર બનતાં ખાનપુર અને શાહ આલમ વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો થયો. મોટી સંખ્યામાં એકઠી થયેલી ભીડે શાહઆલમ અને રખિયાળ વિસ્તારમાં પથ્થરમારો કર્યો હતો. ઘટનાને પગલે 20 જેટલા પોલીસકર્મચારીઓ ઘાયલ થયા છે.

Shah Alam Ahmedabad

માહિતી મુજબ ઘાયલ પોલીસકર્મીઓમાં પીઆઈ જે એમ સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ કે જાડેજા, કુલદીપ સિંહ હનુભા, ભારતી બેન પંજાભાઈ, એએસઆઈ યાસિન મિયા, હેડ કોન્સ્ટેબલ ઝાકીર ખાન અને રાજેન્દ્રસિંહ, પીએસઆઈ આઈએચ ગઢવી, લોકરક્ષક અશોકભાઈ રાઘવભાઈ તથા હોમગાર્ડ સાબિરભાઈ ફતેહ મોહમ્મદનો સમાવેશ થાય છે.

માહિતી મુજબ કાશ્મીરી સ્ટાઈલમાં શાહ આલમમાં કેટલાક અસામાજિક તત્વોએ મોઢે રૂમાલ બાંધી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. શાહઆલમમાં મોટી સંખ્યમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને પોલીસના વાહનને પણ ઘેરી લીધું હતું. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો, જો કે ટોળાએ પથ્થરમારો ચાલુ કરી દેતા પોલીસે ટીયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા.

બીજી તરફ શહેરના લાલદરવાજા પાસે આવેલ સરદારબાગમાં સવારથી જ પ્રદર્શનકારીઓ ભેગા થયા હતા. માહોલ ગરમાતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને 50 જેટલા લોકોની અટકાયત કરી હતી. હાલ શાહઆલમ વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ પર હુમલો થતાં રાયોટિંગનો ગુનો નોંધી લેવામાં આવ્યો છે અને ફૂટેજના આધારે દોષિતોને સજા કરવાની વાત કહેવામાં આવી છે.

CAA Protest: મેંગ્લોરમાં હિંસક પ્રદર્શન, પોલીસ ફાયરિંગમાં 6 ઘાયલCAA Protest: મેંગ્લોરમાં હિંસક પ્રદર્શન, પોલીસ ફાયરિંગમાં 6 ઘાયલ

English summary
Citizenship Amendment Act: protesters attacked police in ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X