મુસ્લિમ સંઠન OIC ના નિવેદનને ભારત સરકારે ઠૂકરાવ્યુ, સરકાર તમામ ધર્મનું કરે છે સમ્માન
ભારતીય જનતા પાર્ટીમાથી સસ્પેન્ડ નુપુર શર્મા અને નવીન જિંદલની પૈગંબર મોહમ્મદ પર વિવાદીત ટિપ્પણી બાદ ઓઆઇસીના નિવેદન પર ભારતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. 57 મુસ્લિમ દેશોના સંગઠનોએ ઇસ્લામિક સહયોગી સંગઠનોના નિવેદનનો છેદ ઉડાવ
ભારતીય જનતા પાર્ટીમાથી સસ્પેન્ડ નુપુર શર્મા અને નવીન જિંદલની પૈગંબર મોહમ્મદ પર વિવાદીત ટિપ્પણી બાદ ઓઆઇસીના નિવેદન પર ભારતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. 57 મુસ્લિમ દેશોના સંગઠનોએ ઇસ્લામિક સહયોગી સંગઠનોના નિવેદનનો છેદ ઉડાવતા ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતુ કે, ભારત સરકાર તમામ ધર્મને સમાન ગણે છે.

વિદેશ મંત્રાલયે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, અમે ઓઆઇસી મહાસચિવનું ભારતને લઇને નિવેદન જોયુ છે. ભારત સરકાર ઓઆઇસી સચિવાલયની અનુચિત અને સંકિર્ણ નિવેદનને ઠૂકરાવે છે. અમે સ્પષ્ટ કરીએ છીએ કે, ભારત સરકાર તમામ ધર્મને સમાન ગણે છે. એક ધાર્મિક વ્યક્તિત્વને બદનામ કરવા વાળુ નિવેદન અમુક વ્યક્તિઓ દ્વારા આપવામાં આવ્યું હતુ. જે કોઇ પણ રૂપમાં ભારત સરકારને વિચારોનું પ્રતિબિબ નથી. આ વ્યક્તિઓની સામે કડક કાર્યવાહી કરી દેવામાં આવી છે.
મંત્રાલય દ્વારા આગળ જણાવામાં આવ્યું હતુ કે, ઓઆઇસીની ટિપ્પણી નિરાસાજનક છે. આ ફક્ત પોતાના સ્વાર્થ માટે વિભાજનકારી એજેન્ડાને ઉજાગર કરે છે. ઓઆઇસી સચિવાલયને પોતાની સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી આગળ વધીને તમામ ધર્મ પ્રત્યે એક સમાન સમ્માન દેખાડવાનો આગ્રહ રાખે છે.












Click it and Unblock the Notifications
