CM ભૂપેન્દ્ર પટેલે જનતાની સેવાના 3 વર્ષ કર્યા પૂર્ણ, ગુજરાતે અનેક સિદ્ધિઓ કરી હાંસલ
12 ડિસેમ્બર, 2022ના શપથ ગ્રહણ બાદ વિકાસના મુખ્ય પાસાઓ પર ભાર, ખેડૂતો, લખપતિ દીદી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટી સિદ્ધિઓ

Gujarat News: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની સરકારે આજે (12 ડિસેમ્બર) સફળતાપૂર્વક જનતાની સેવાના 3 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર CMએ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યની જનતાનો આભાર માન્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષના શાસનકાળની મુખ્ય સિદ્ધિઓ ગણાવી હતી.
CM ભૂપેન્દ્ર પટેલે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, "ગુજરાતની જનતાની સેવાના 3 વર્ષ પૂર્ણ થયા છે. ગરીબ, યુવા અને મહિલાઓ માટે નિષ્ઠાપૂર્વક પુરુષાર્થ કર્યો છે." તેમણે સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસ માટે સરકારે લીધેલા નિર્ણયો પર ભાર મૂક્યો હતો.
12 ડિસેમ્બર 2022 ના રોજ ગુજરાતના સાડા છ કરોડ નાગરિકોની સેવાના ભાવ સાથે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા હતા, જેને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 12, 2025
આ ત્રણ વર્ષમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગરીબ, યુવા, અન્નદાતા, નારીશક્તિ સહિત સમાજના દરેક વર્ગના…
સરકારની મુખ્ય સિદ્ધિઓ પર એક નજર
છેલ્લા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન સરકારે જે મુખ્ય સિદ્ધિઓ હાંસલ કરી છે, તેમાં નીચેના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ થાય છે.
- ખેડૂત સશક્તિકરણ અને વીજળી: રાજ્યના 98% થી વધુ ખેડૂતો હવે દિવસના સમયે વીજળી મેળવતા થયા છે. આનાથી ખેતીની પ્રક્રિયા વધુ સરળ અને કાર્યક્ષમ બની છે.
- મહિલા આત્મનિર્ભરતા ('લખપતિ દીદી'): સરકારી યોજનાઓ અને મજબૂત પ્રયાસો થકી 6 લાખથી વધુ મહિલાઓ 'લખપતિ દીદી' બનીને આત્મનિર્ભરતા તરફ આગળ વધી છે. આ નારી શક્તિના સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે.
- બાળ સુપોષણ: રાજ્યમાં 42 લાખથી વધુ બાળકોને સુપોષણનો લાભ મળતો થયો છે, જે ગુજરાતમાં બાળ આરોગ્ય અને વિકાસ સુધારવા તરફનું એક મોટું અને નિર્ણાયક પગલું છે.
- વૈશ્વિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક કક્ષાના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થયા છે, જે રાજ્યને રમતગમતના નકશા પર અગ્રેસર લાવી રહ્યા છે.
- ટેકનોલોજી અને ઔદ્યોગિક વિકાસ: સરકારે રાજ્યમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ માટે રોકાણ આકર્ષિત કર્યું છે અને મજબૂત સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ઊભી કરી છે. આનાથી રાજ્યના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યના અનેક નવા દ્વાર ખુલ્યા છે.
CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું વિકાસ મોડેલ ગતિશીલ રહ્યું છે અને સરકારે આગામી સમયમાં પણ વિકાસની આ ગતિ અને જનસેવાની નિષ્ઠા જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.












Click it and Unblock the Notifications
