CM ધોળેશ્વર મહાદેવ મંદિરના સ્વચ્છતા સફાઈ અભિયાનમાં સહભાગી થયા
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તારીખ 20મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પવિત્ર ઉત્સવ ના સંદર્ભમાં તારીખ 14 થી 22 સુધી સમગ્ર દેશના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.

ગુજરાત વડાપ્રધાન મોદીના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે. તદનુસાર રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તારીખ 14 થી 22 દરમિયાન સફાઈ અભિયાનનું જન આદોલન હાથ ધરાયું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ રાજ્યવ્યાપી અભિયાનમાં રવિવાર, 14 જાન્યુઆરી, મકર સંક્રાંતિના દિવસે સવારે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી થયા હતા. ભૂપેન્દ્ર પટેલે મંદિર પરિસરની સફાઈ કરી હતી, અને ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવજી ના દર્શન અર્ચન કર્યા હતા.
ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ શહેર અને જિલ્લાના સંગઠન ના અગ્રણીઓ આ અભિયાનમાં જોડાયા હતા.












Click it and Unblock the Notifications
