Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CMએ ભાવનગરમાં શ્રી આદિનાથ દિગમ્બર જીનાબીમ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં લીધો ભાગ

Bhavnagar: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર જિલ્લામાં સોનગઢ સ્થિત શ્રી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા છે. તેમણે સોમગઢમાં નિર્મિત ભગવાન બાહુબલીની મુર્તિના દર્શન કર્યા હતા. આ સાથે પ્રતિષ્ઠા મહોત્સવનું સંબોધન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, જે રીતે ઈતિહાસમાં રાજાઓ રાજગાદી છોડીને મોક્ષ તરફ જતા હતા, તેવી જ રીતે જૈન સમાજમાં સાંપ્રત સમયમાં ભૌતિકતા અને સુખ-સુવિધાઓથી સંપન્ન લોકો દીક્ષા લઈને મોક્ષ તરફ આગળ વધે છે.

આ દર્શાવે છે કે, આ બધું ક્ષણિક સુખ છે. આપણા શિક્ષકો પણ આપણને ખોટા રસ્તે જતા અટકાવે છે, અને સાચો માર્ગ બતાવે છે, જે આનંદની વાત છે.

CM Bhupendra patel

મુખ્‍યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્‍યું હતું કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનથી ધાર્મિક સ્‍થળોની સ્‍વચ્‍છતાની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે આ ધાર્મિક સ્‍થાનની સ્‍વચ્‍છતા જોઇને ખુબ જ આનંદ થયો.

તેમણે જણાવ્યું હતું કે, ભગવાન બાહુબલીની બીજી સૌથી ઊંચી પથ્થરની પ્રતિમા અહીં બનાવવામાં આવી છે. ભગવાનના આશીર્વાદ આપણા પર રહે, અને આપણે મુક્તિ તરફ આગળ વધીએ; આવો આપણે સૌ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભીખાભાઈ બારૈયા, જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જીલોવા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષ પટેલ, પ્રાંત અધિકારી દિલીપસિંહ વાળા, ઓર્ગેનાઈઝર ટ્રસ્ટી હસમુખભાઈ વોરા, નિમેશભાઈ શાહ, નવનીતભાઈ શાહ, રાજેશભાઈ ઝવેરી, પરેશભાઈ વેગડ, હિતેનભાઈ શેઠ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X