For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેટી ચંડ દિવસની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંધી સમાજના ચેટી ચંડ દિવસની અમદાવાદમાં આયોજિત ઉજવણીમાં ઉત્સાહ-ઉમંગથી છલકાતાં સિંધી પરિવારો સાથે સહભાગી થયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ચેટી ચંડ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટી ચંડની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

Bhupendra patel

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ દેશનાં સૌ નાગરિકોને આપણી વિરાસત ઉપર ગર્વ લઇને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની હાકલ કરી છે ત્યારે આપણા વારસા, આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાઓને ઉજાગર કરવા આપણે સૌએ સંકલ્પબદ્ધ થવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, ચેટીચંડ એ માત્ર તહેવાર નથી પણ સિંધી સમુદાયના સંઘર્ષ અને તેમની જીંદાદીલીની ઉજવણી છે.

તેમણે કહ્યું કે, ભગવાન ઝુલેલાલ આશા, હિંમત અને કરુણાના સમુદ્ર સમાન હતા. એટલું જ નહીં મુશ્કેલ સમયે, અડગ રહી જીવવાનું તેમણે શીખવ્યું છે. આમ, ભગવાન ઝુલેલાલમાંથી પ્રેરણા લઇને તેમણે સૌને કુટુંબ, સમાજ અને દેશનું ઋણ ચુકવવા તત્પર બનવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે ધારાસભ્ય પાયલ કુકરાણીએ રાજ્યના વિકાસમાં સિંધી સમાજનું યોગદાન સદાય મળતું રહેશે તેવી ખાતરી આપી મુખ્યમંત્રીના નેતૃત્વને બિરદાવ્યું હતું.

આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, સર્વે ધારાસભ્યો, કાઉન્સિલર શ્રીઓ તેમજ મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે ધારાસભ્ય પાયલ કુકરાણીએ રાજ્યના વિકાસમાં સિંધી સમાજનું યોગદાન સદાય મળતું રહેશે તેવી ખાતરી આપી મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વને બિરદાવ્યું હતું.

આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, સર્વે ધારાસભ્યો, કાઉન્સિલર તેમજ મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા

English summary
CM Bhupendra Patel was present at Sidhi Samaj's Chaidi Chand celebrations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X