સીએમ ભુપેન્દ્ર પટેલ રાજકોટ અને જામનગર જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કરશે!
રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે પરિસ્થિતી વણસી છે. આ ત્રણ જિલ્લામાં ગઈકાલે રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને મોટાભાગના નદીનાળા અને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.
રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે પરિસ્થિતી વણસી છે. આ ત્રણ જિલ્લામાં ગઈકાલે રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને મોટાભાગના નદીનાળા અને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. રાજકોટ જિલ્લાને પાણી પુરા પાડતા મોટાભાગના ડેમમાં સારા એવા પાણીની આવક થઈ છે. બીજી તરફ વરસાદથી બેહાલ આ જિલ્લાઓની મુલકાતે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા અને જિલ્લા તંત્રને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા આ બે જિલ્લાની મુલાકાતે જશે. બપોરે પૂર્વ મંત્રી આર.સી ફળદુ, જામનગરના સાંસદ પૂનમ માડમ અને મુખ્યસચિવ પંકજ કુમાર સાથે આ બે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓ જાત માહિતી મેળવવા રવાના થશે.
ઉલ્લેખનિય છે કે ગુજરાતના આ ત્રણ જિલ્લામાં કેટલીક જગ્યાઓએ તો 20 ઈંચથી પણ વધારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે પાણી ભરાવાને કારણે અને લોકો ફસાઈ જતા સરકારે હવાઈ રેસ્ક્યૂ ઓપરેશનના આદેશ આપવા પડ્યા ગતા. ગઈ કાલે કુલ 6 હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
