25 જાન્યુઆરીએ CM યોજશે સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તારીખ 25 જાન્યુઆરીના રોજ બપોરે સાડા બાર કલાકે યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સ્વર્ણિમ સંકુલ-2, મુખ્યમંત્રી જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.

આ રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે અરજદારો પોતાની અરજી ગુરુવારના રોજ 25 જાન્યુઆરીએ સવારે સાડા સાત થી દસ કલાક દરમિયાન મુખ્યમંત્રીનું જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આપી શકશે.

Swagat Online Public Grievance Redressal Program

દર મહિનાના ચોથા ગુરૂવારના રોજ મુખ્યમંત્રીનો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સામાન્યતઃ બપોરે ત્રણ કલાકે યોજાતો હોય છે.

આગામી ગુરૂવાર, તારીખ 25મી જાન્યુઆરીનો સ્વાગત કાર્યક્રમ નિર્ધારિત સમયથી વહેલો એટલે કે બપોરે સાડા બાર કલાકે યોજાવાનો છે, તેની સૌ સંબંધકર્તાઓને નોંધ લેવા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવાયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X