ભાવનગરમાં CM કરશે શાળાના 26 નવા ઓરડાનું લોકાર્પણ
Bhavnagar: ભાવનગર જિલ્લાનાં ભાવનગર, ગારીયાધાર અને મહુવા તાલુકામાં આવેલા પ્રાથમિક શાળાઓના રૂપિયા 2.85 કરોડના ખર્ચે તૈયાર થયેલા 19 ઓરડાઓનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવનાર છે.
જેમાં ભાવનગર તાલુકાની તરસમિયા પ્રાથમિક શાળા ખાતે રૂપિયા 75 લાખનાં ખર્ચે તૈયાર થયેલા 9 ઓરડાઓ અને કાના તળાવ પ્રાથમિક શાળા ખાતે રૂપિયા 35 લાખનાં ખર્ચે તૈયાર થયેલા 4 ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવશે.

આ સાથે ગારીયાધાર તાલુકાની ગારિયાધાર કન્યા પ્રાથમિક શાળા ખાતે રૂપિયા 50 લાખનાં ખર્ચે તૈયાર થયેલા 6 ઓરડાઓ અને ટીંબા પ્રાથમિક શાળા ખાતે રૂપિયા 50 લાખનાં ખર્ચે તૈયાર થયેલા 4 ઓરડાઓનું લોકાર્પણ કરાશે.
આ ઉપરાંત મહુવા તાલુકાનાં સ્વા. સોસાયટી પ્રાથમિક શાળા (નેસવડ) ખાતે રૂપિયા 75 લાખનાં ખર્ચે તૈયાર થયેલા 6 ઓરડાનું લોકાર્પણ કરવામાં કરાશે.












Click it and Unblock the Notifications
