મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ મેગા એક્સિબિશન ગરવી ગુજરાત સાયન્ટિફિક એક્સ્પો નું ઉદ્ઘાટન કર્યું
આજ રોજ મહેસાણા ખાતે ધ મેગા એક્સિબિશન ગરવી ગુજરાત સાયન્ટિફિક એક્સ્પોનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યું હતું.
મહેસાણા, 8 જુલાઇ, 2022ઃ આજ રોજ મહેસાણા ખાતે ધ મેગા એક્સિબિશન ગરવી ગુજરાત સાયન્ટિફિક એક્સ્પોનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ગરવી ગુજરાત 2022 મેગા પ્રદર્શન યુવાનો અને ખડૂતોને મદદરૂપ થશે.

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, ધ મેગા એક્સિબિશન ગરવી ગુજરાત સાયન્ટિફિક એક્સ્પોમાં પ્રાકૃતિક ખેતીથી લઇને ડ્રોન સુધીની ટેક્નોલોજીથી આપણને ખ્યાલ આવે કે, દુનિયા કઇ તરફ જઇ રહી છે. ડ્રોનથી તીડ ભગાડવાનું કામ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે,દેશ અને દુનિયામાં વિકસેલી ટેક્નોલોજીનો ઉપયોગ આપણા ગામનો યુવાન કરી શકે તે માટે આવા પ્રકારના કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશથી કરવામાં આવી રહ્યા છે. 13000 કરોડના ખર્ચે સમગ્ર દેશના પશુઓને વેક્સિન આપવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સંબોધન આપતા જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે ધ મેગા એક્સિબિશન ગરવી ગુજરાત સાયન્ટિફિક એક્સપો નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં આઝાદી કા અમૃત મહોત્સ ઉજવાઇ રહ્યો છે, ત્યારે આ આઝાદી કા અમૃત મહોત્સવ આપણે નક્કી કરવાનું છે દેશને કઇ અમૃત દિશામાં લઇ જવો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને 5 ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો નિર્ધાર કર્યો છે. આ લક્ષ્ય હાંસલ કરવામાં વિજ્ઞાન, સ્ટાર્ટઅપ અને યુવાનોનો મહત્વપૂર્ણ ફાળો રહેવાનો છે.
આ સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ ત્રણેય બાબતોને આવરી લઇને ઉત્તર ગુજરાતના યુવાનો અને ઉદ્યમીઓ માટે આ પ્રકારના વિશેષ એક્સપોનું આયોજન કરવા બદલ આયોજકોને બીરદાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં દેશમાં મજબૂત સ્ટાર્ટપ ઇકો સિસ્ટમનું નિર્માણ થયું છે. દેશમાં 72000થી વધુ સ્ટાર્ટ અપને માન્યતા મળી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 6 યુનિકોન સ્ટાર્ટઅપ સાથે ભારત વિશ્વમાં આગળ છે. ગુજરાત સ્ટાર્ટઅપ રેકિંગમાં સતત ત્રીજી વખત પ્રથમ ક્રમાંક સાથે બેસ્ટ પર્ફોમન્સ સ્ટેટ તરીકે જાહેર થયું છે. 2017 થી અત્યાર સુધીમાં 1156 પેટન્ટ અને કોપીરાઇટ મળ્યા છે, આ ઉપરાંત 2154 થી વધુ સ્ટુડન્ટ સ્ટાર્ટ અપનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ સાથે 5315 જેટલા વિદ્યાર્થી ટીમોને રૂપિયા 2 લાખની મર્યાદામાં ગ્રાન્ટ આપવનામાં આવી છે.












Click it and Unblock the Notifications
