જેટલીના નિધનથી રાજનૈતિક જગતમાં દુઃખની લહેર, ભાવુક થયા સીએમ રૂપાણી
જેટલીના નિધનથી રાજનૈતિક જગતમાં દુઃખની લહેર, ભાવુક થયા સીએમ રૂપાણી
દેશના પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ શનિવારે બપોરે 12 વાગ્યે દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા. ઘટનાને પગલે રાજનૈતિક જગતમાં દુઃનો માહોલ સર્જાયો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.

સીએમ રૂપાણીએ સ્વ.અરૂણ જેટલીએ ગુજરાતમાંથી રાજ્ય સભાના સાંસદ તરીકે કરેલ પ્રતિનિધિત્વની યાદ તાજી કરાવી. રાજ્ય સભા સાંસદ તરીકે તેમણે વડોદરા જિલ્લાના ચણોદના સર્વગ્રાહી વિકાસ માટે જોટલીએ આપેલા યોગદાનના વખાણ કર્યાં.
વિજય ભાઈ રૂપાણી એ પૂર્વ નાણાંમંત્રીને શોકાંજલી પાઠવતા કહ્યું કે અરૂણ જેટલીએ દેશના નાણાંમંત્રી તરીકે આર્થિક સુધારણા અને નાણાકીય શિસ્ત ક્ષેત્રે પહેલ રૂપ નિર્ણયો કર્યા હતા તે સદાકાળ યાદ રહેશે. તેમના નિધનથી ભારતીય જનતા પાર્ટીએ સંનિષ્ઠ અને સમર્પિત નેતૃત્વ ગુમાવ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીજીના અંતિમ દર્શન અને અંત્યેષ્ટિમાં ઉપસ્થિત રહેવા રવિવારે સવારે દિલ્હી જશે. જ્યાં બપોરે 12 વાગ્યે ભાજપા મુખ્યાલય ખતે તેઓ જેટલીજીના અંતિમ દર્શન કરી ભાવાંજલિ અર્પણ કરશે. ત્યાર બાદ તેમની અંતિમ યાત્રામાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાશે.












Click it and Unblock the Notifications
