For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદીબેન ફરી બન્યા શિક્ષક, બાળકોનો લીધો ક્લાસ

|
Google Oneindia Gujarati News

ગુરુવારે, ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 13માં શાળા પ્રવેશ ઉત્સવ અભિયાન હેઠળ નાના ભૂલકાંઓને બાળ આરોગ્ય કીટ આપી. અને સાથે જ લોકોને અપીલ કરીને તે તેમના બાળકોનો સ્કૂલોમાં પ્રવેશ કરાવે.

નોંધનીય છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇએ વર્ષ 2001માં સર્વ શિક્ષા અભિયાન શરૂ કર્યું હતું. વધુમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ અભિયાન હેઠળ ગામે ગામ ફરી લોકોને તેમના બાળકોને શાળામાં પ્રવેશ કરવા માટે અપીલ કરી હતી.

જો કે આ કાર્યક્રમની સૌથી મજેદાર વાત તે રહી હતી કે આનંદીબેન આ દ્વારા તેમના જૂના દિવસોને યાદ કર્યા. નોંધનીય છે કે આનંદી બહેન પહેલા શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને એટલે જ જ્યારે કન્યા કેણવણી અને સર્વ શિક્ષા અભિયાન હેઠળ તે શાળામાં ગયા ત્યારે તેમણે બાળકોને ભણાવાનો મોકો મેળવી લીધો. અને આ દ્વારા તે પણ જાણી લીધું કે બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહ્યું છે કે કેમ? ત્યારે આનંદી બેનનો આ શિક્ષક અવતાર કેવો હતો તે જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

ચલ આ વાંચીને બતાવ

ચલ આ વાંચીને બતાવ

13માં શાળા સર્વ શિક્ષા અભિયાન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જ્યારે શાળાની મુલાકાતે પહોંચ્યા ત્યારે તેમણે એક બાળકને પુસ્તકમાંથી એક ફકરો વાંચી સંભળાવાનો કહ્યો.

આ શું લખ્યું છે?

આ શું લખ્યું છે?

જ્યારે આનંદીબેન બાળકોને કેટલા સવાલ પણ પૂછ્યા ત્યારે છોકરાઓ પણ હોશે હોશે તેના જવાબ આપ્યા.

જેને આવડે તે આંગળી ઊંચી કરે!

જેને આવડે તે આંગળી ઊંચી કરે!

આનંદીબેન બની ગયા શિક્ષક અને તેમણે લઇ લીધો છોકરાઓનો ક્લાસ. અને સાથે જ તે પણ જાણી લીધું કે અહીંના શિક્ષક બાળકોને બરાબર શીખવાડે છે ને!

પુસ્તકોનું દાન

પુસ્તકોનું દાન

વધુમાં તેમણે શાળાની લાઇબ્રેરીને કેટલાક પુસ્તકો પણ દાન આપ્યા. જેમાં સ્વામી શ્રદ્ધાનંદ, ઉધમસિંહ જેવા શૂરવીર અને જ્ઞાની પુરુષોના જીવનગાથાને આવરવામાં આવી હતી.

બાળકોને પડી ગઇ મઝા

બાળકોને પડી ગઇ મઝા

સાથે જ આનંદી બહેન નાના નાના ભૂલકાંઓ માટે કેટલીક ભેટ પણ લાવ્યા હતા. જેના કારણે બાળકોને તો મઝા પડી ગઇ.

બાલ આરોગ્ય કીટ

બાલ આરોગ્ય કીટ

આનંદીબેને પાસે રહીને તૈયાર કરેલી બાળ આરોગ્ય કીટ બાળકોને અપાઇ. જેમાં બાળકોને ગમે તેવી ડિઝાઇનનો કાંસકો, સાબુ, દવાઓ, દીકરીઓ માટે રંગીન રબર, રમવાના સાધનો જેવી બાળકોને ગમતી વસ્તુને આવરવામાં આવી હતી.

English summary
CM thoughts on 'School Chale Hum' as Shala Praveshotsav 2015
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X