પાટનગર બન્યું ડિજીટલ અને શામળાજી ખાતે શરૂ થઇ ડિજી. ચેકપોસ્ટ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગાંધીનગર અને શામળાજી ખાતે બે ઉદ્ધાટન કાર્યક્રમોમાં હાજરી આપી હતી. વધુ વાંચો અહીં.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે શામળાજી ખાતે દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ ખુલ્લી મૂકી હતી. સાથે જ આજે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે પણ સ્ટરલાઈટ ટેકનોલોજીની સ્માર્ટ સેવાઓ પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લી મૂકાઇ હતી.

ગાંધીનગર ખાતે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે "ડિજિટલ સિટી બનેલું પાટનગર ગુજરાત નહિ દેશની પ્રતિષ્ઠામાં વધારો કરશે અનેનાગરિકોની ફરિયાદ, પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવામાં આવશે"
તો બીજી તરફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે શામળાજી ખાતે દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ ખુલ્લી મૂકાઈ. નોંધનીય છે સરકાર આવનારા દિવસોમાં રાજ્યની તમામ ૧૬ ચેકપોસ્ટને ડિજિટલ બનાવી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ઝુંબેશ ચાલુ કરી હતી. વધુમાં વિજયભાઈ રૂપાણીના હસ્તે ૨૫૦૦થી વધુ યુવાનોને સરકારી સેવાઓના નિમણૂક પત્રો અપાયા હતા.












Click it and Unblock the Notifications
