"ગુજરાતમાં વહેલી તકે એમ્સ હોસ્પિટલ ફાળવવામાં આવશે"

Subscribe to Oneindia News

રાજકોટ માં સિવિલ હોસ્પિટલનું ખાતમુહુર્ત કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી.નડ્ડાએ આ પ્રસંગે જણાવ્યું હતું, કે ગુજરાતને આગામી સમયમાં વહેલી તકે એમ્સ હોસ્પિટલ ફાળવવામાં આવશે.

jagat prakash nadda

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતનાં ક્યાં શહેરોમાં એમ્સ હોસ્પિટલ સ્થાપવી, એ માટેના પેરામિટર્સ માપવામાં આવી રહ્યાં છે.

rajkot vijay rupani

આજે રાજકોટ શહેરમાં રાજકોટ સિવીલ હોસ્પિટલના પરિસરમાં 150 કરોડનાં ખર્ચે બનાવેલી ભારત સરકાર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જ કેન્દ્રિય આરોગ્ય પ્રધાને એમ્સની જાહેરાત કરી હતી.

rajkot vijay rupani

આ સાથેજ તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકાર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું બિલ્ડીંગ સાત માળનું બનાવવામાં આવશે. જેનું કામ વર્ષ 2018માં પૂર્ણ કરવામાં આવશે. હોસ્પિટલમાં 7 નવા ડીપાર્ટમેન્ટ બનાવવામાં આવશે. 8 મોસ્ટ મોડ્યુલર ઓપરેશન થિયેટર, 40 જેટલા આઇસીયુ બેડની સુવિધા સાથે ટેકનોલોજીથી સજ્જ હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. ગુજરાતનાં સુરત અને નવસારી શહેરમાં પણ મલ્ટી સ્પેશિયાલીટી બ્લોક બનાવવાની જાહેરાત કરી હતી.

rajkot vijay rupani
English summary
CM Vijay Rupani laid foundation stone for Super-speciality hospital in Rajkot
Please Wait while comments are loading...