CM બન્યા પછી રૂપાણી પહેલી વાર કચ્છની મુલાકાતે

વિજય રૂપાણી આજે કચ્છની મુલાકાતે છે જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ અહીં.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે કચ્છના એક દિવસના પ્રવાસે છે. હોદ્દો ગ્રહણ કર્યા પછી પ્રથમ વખત આવતા મુખ્યમંત્રીનો સત્તાવાર રીતે કચ્છ પ્રવાસે છે. ત્યારે આજે રૂપાણીનો વિગતવાર કાર્યક્રમ શું છે તે જાણો અહીં. આજે સવારે 10 વાગે કચ્છ પહોંચ્યા બાદ રૂપાણી 10:15 કલાકે પં. શ્યામજી કૃષ્ણવર્મા મેમોરીયલ ક્રાંતિતીર્થ માંડવીની મુલાકાતે લેશે.

vijay rupani

તે બાદ બાદમાં 10:45 કલાકે માંડવીમાં અનંતદ્વાર લોકાર્પણ કરી 10:55થી 11:55 કલાક દરમિયાન માંડવી બીચ ખાતે પ્રો. કે.ટી. શાહ શોપિંગ સેન્ટરનું ઇ-ટેકનિકથી લોકાર્પણ કરશે સાથે જ માંડવી-ભુજ રોડનું ઇ-ટેકનિકથી લોકાર્પણ કરશે. વધુમાં હાઇટેક કૌશલ્યવર્ધન કેન્દ્ર તેમજ લોક ભાગીરીથી નિર્મિત આઇ.ટી.આઇ. બિદડા તા. માંડવીનું ઇ-તકતીથી લોકાર્પણ કરશે. તેઓ 2:20થી 3:20 કલાક દરમિયાન ભુજોડી ખાતે ભુજ તાલુકાના કલસ્ટરમાં સેવાસેતુ' કાર્યક્રમમાં માલધારી મંગલ મંદિર હાઇસ્કૂલ, ખાતે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ

3:40થી 4:50 દરમિયાન ભીમરત્ન' સમરસતા કુમાર છાત્રાલય ખાતેના કાર્યક્રમમાં હાજરી આપી સાંજે 5 કલાકે હમીરસર તળાવના બ્યૂટીફેકેશન કામોની ખાતમુહૂર્ત વિધિ કરી 5:20 કલાકથી 6:20 કલાક દરમિયાન ભુજ નગરપાલિકા દ્વારા હમીરસર તળાવના બ્યૂટીફિકેશન કામોના ખાતમુહૂર્ત પ્રસંગે આયોજિત જાહેર સભા તથા ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

સાંજે 7 વાગે તે સંસદીય સચિવ અને અજારના ધારાસભ્ય વાસણભાઇ આહીર દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં તા.અંજાર ખાતે ઉપસ્થિત રહેશે. બાદમાં 8:30 કલાકે ભુજ એરપોર્ટથી અમદાવાદ જશે. નોંધનીય છે કે મુખ્યમંત્રીના આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ રમણભાઇ વોરા, વાહનવ્યવહાર રાજ્યમંત્રી વલ્લભભાઇ કાકડિયા, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા. ઉપરાંત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X