શહીદ સુનિલ પટેલના પરિવારને CM આપ્યો 2.51 લાખનો ચેક

Posted By:
Subscribe to Oneindia News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય સેનામાં કાશ્મીર-સિયાચીન સેકટરમાં ફરજ બજાવતાં અને શહિદ થનારક પંચમહાલ જિલ્લાના ઓરવાડાના સપૂત સુનિલ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે શહિદ સુનીલ પટેલને 51 રાયફલ્સની સલામી પણ આપવામાં આવી હતી. ત્યારે આ અંગે બોલતા સીએમ રૂપાણીને શહીદ સુનીલભાઇને રાષ્ટ્રભકિતના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા.

cm

વધુમાં ગુજરાત સરકાર તરફથી સીએમ વિજયભાઇ રૂપાણીએ સ્વર્ગસ્થ સુનિલભાઇના ધર્મપત્નીને સહાય રૂપે રૂ.2 લાખ 51 હજારનો ચેક મુખ્યમંત્રી રાહતનિધિમાંથી અર્પણ કર્યો હતો. તેમણે બારીયા જ્ઞાતિ સમાજ દ્વારા સ્વૈચ્છિક રીતે એકત્ર કરાયેલ રૂ.1 લાખનો ચેક પણ અર્પણ કર્યો હતો.

cm

મુખ્યમંત્રીશ્રીએ વીર શહીદ સુનિલ પટેલના શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેમણે આ વીરસપૂતની તસ્વીર સમક્ષ પુષ્પાંજલિ આર્પી હતી. આ વેળાએ આરોગ્ય રાજ્યમંત્રી શ્રી શંકરભાઇ ચૌધરી, માર્ગ-મકાન રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, ધારાસભ્ય શ્રીમતી નિમિષાબહેન પણ હાજર રહ્યા હતા. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ આ વીર શહીદની સ્મૃતિમાં લખાયેલા ''ગાથા ગુજરાત'' પુસ્તકનું વિમોચન પણ કર્યુ હતું.

English summary
Guj CM visited family of martyr Sunil Patel at his residence in Orvada of Panchmahal and presented cheque of Rs.2.51 lakh from CM Charity Fund
Please Wait while comments are loading...